Howdy Modi: જાણો કયા કારણથી વડાપ્રધાન મોદીએ માંગવી પડી લોકોની માફી !
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દ્રષ્ટ અને જે માહોલ છે તે અકલ્પનીય છે
Trending Photos
નવી દિલ્હી : હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદી રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સ્ટેડિયમમાં હાજર 50 લોકોએ પોતાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધમાં કહ્યું કે, આ જે દ્રષ્ટ છે, અકલ્પનીય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અહીં આવવું ગર્વની વાત છે. આ ઉપરાંત અમેરિકાની અલગ અલગ પાર્ટીઓના સાંસદોનું આવવું પણ મારા માટે ખુબ જ ગર્વની વાત છે.
Howdy Modi: જાણો કયા શબ્દો સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત
સાંસદો ઉપરાંત અનેક અમેરિકનો પણ અહીં હાજર છે, તેમનું સ્વાગત છે. મને ખબર છે કે ઘણા લોકોએ અહીં આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જગ્યાના અભાવે તેમને અહીં આવવાની તક મળી શકી નહોતી. તે લોકોની હું ક્ષમા પ્રાર્થી છું. હું હ્યુસ્ટનમાં તંત્રનો પણ આભાર વ્યક્ત કરીશ કે જેમણે હવામાનની વિષમ સ્થિતી હોવા છતા પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું.
Howdy Modi: હ્યુસ્ટનથી PM મોદીએ આપ્યો નારો, અબ કી બાર ટ્રમ્પ સરકાર
Howdy Modi: અમેરિકામાં PM મોદીએ પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું, મહત્વના 5 ચાબખા
રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરી, પછી અમેરિકાની અલગ અલગ પાર્ટીના સાંસદો અહીં આવવું અમાર માટે ગૌરવની વાત છે. સાંસદો ઉપરાંત અનેક અમેરિકી નાગરિકો, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હાજર છે. હું તેમનું સ્વાગત કરુ છું, મને ખબર છે કે ઘણા લોકો અહીં આપવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે જગ્યા ઓછી હોવાનાં કારણે તેઓ આવી શક્યા નહોતા. તે લોકોની હું ક્ષમા માંગુ છું. હું હ્યુસ્ટનનાં વહીવટી તંત્રનો પણ આભારી છું. જેમણે ખરાબ હવામાન હોવા છતા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમનું નામ Howdy Modi છે, પરંતુ હું કહુ છું કે મોદી એકલા કંઇ જ નથી. હું સવા કરોડ ભારતીયોનો છુ. હું તેનો જવાબ આપીશ કે ભારતમાં બધુ જ સારુ છે.
PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ
વડાપ્રધાન મોદીએ ભારતની અનેક ભાષાઓ જેવી કે કન્નડ, તેલુગુ, બંગાળી, ગુજરાતી ભાષાઓમાં કહ્યું કે, વિવિધતામાં એકતા ધરોહર છે, વિશેષતા છે. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત- અમેરિકાની મિત્રતાને દર્શાવવા માટે લોડ એન્જલસ ટુ લુધિયાણા અને ન્યૂજર્સી ટુ ન્યૂ દિલ્હી શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂ જર્સી અને લોસ એન્જલસ અમેરિકાના મહત્વનાં શહેરો છે. જ્યારે લુધિયાણા અને નવી દિલ્હી ભારતનાં મહત્વનાં શહેરો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે