IGNOU Admission 2022: પ્રવેશ પરીક્ષા વિના જ મળશે MBAમાં પ્રવેશ, IGNOUએ શરૂ કર્યો આ નવો કોર્સ

જો તમે MBA કોર્સમાં એડમિશન લેવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીઝ (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઓનલાઈન) પ્રોગ્રામ (MBA) શરૂ કર્યો છે.

IGNOU Admission 2022: પ્રવેશ પરીક્ષા વિના જ મળશે MBAમાં પ્રવેશ, IGNOUએ શરૂ કર્યો આ નવો કોર્સ

જો તમે MBA કોર્સમાં એડમિશન લેવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીઝ (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઓનલાઈન) પ્રોગ્રામ (MBA) શરૂ કર્યો છે. આ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહીં. આ નવા MBA (ઓનલાઈન) કોર્સને AICTE તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2022ના પ્રવેશ સત્રથી જ તેનું ફોર્મ ભરી શકશે.  50% માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકે છે. જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે લાયકાત 45 ટકા છે.

ઑનલાઇન અભ્યાસક્રમો તરીકે શરૂ કરાયેલા NBA અભ્યાસક્રમો અહીં તપાસો:
1- માનવ સંસાધન વ્યવસ્થાપન
2- નાણાકીય વ્યવસ્થાપન
3- માર્કેટિંગ મેનેજર
4- ઓપરેશન મેનેજમેન્ટ
5- સેવા વ્યવસ્થાપન

આમાં કેટલાક કોર્સ બે વર્ષના અને કેટલાક ચાર વર્ષના હશે. નવા MBA કોર્સની શરૂઆત સાથે જ તેના માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news