પારસી સમુદાયની હાઈકોર્ટમાં રજૂઆત, કોરોનાકાળમાં અમારી અંતિમ વિધિને મંજૂરી આપો

પારસી સમુદાયની હાઈકોર્ટમાં રજૂઆત, કોરોનાકાળમાં અમારી અંતિમ વિધિને મંજૂરી આપો
  • સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી છે કે, મૃત પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિ 'દોખમેનશીન' ને છૂટ આપવામાં આવે

આશ્કા જાની/અમદાવાદ :સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. કોરોના સંક્રમિત થયેલા પારસીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કે દફન વિધિ માટે ફરજ પાડી શકાય નહીં એવી રજૂઆત આ અરજીમાં કરવામાં આવી છે. કોરોના સંક્રમિત થયેલા મૃત દર્દીથી કોરોનાનો ચેપ ફેલાઈ શકે એવો કોઈ આધારભૂત વૈજ્ઞાનિક પુરાવો નથી તેવી રજૂઆત કરીને મૃત પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિ 'દોખમેનશિન' ને છૂટ આપવામાં આવે એવી માંગ કરાઈ છે. હાલ કોઈ પણ કાયદો કે નોટિફિકેશન આ વિધિને
પ્રતિબંધિત નથી કરતું. આવામાં પરંપરાગત વિધિને છૂટ આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. 28 મેના રોજ આ મામલે
સુનાવણી હાથ ધરાશે. 

કોરોનાની મહામારીના કારણે હાલમાં દર્દીના મૃત્યુ બાદ તેના શરીરમાંથી વાયરલ ન ફેલાય તે માટે હિન્દુ સિવાય અન્ય ધર્મના દર્દીના મૃતદેહના પણ અગ્નિ સંસ્કાર કરાય છે. ત્યારે પારસી સમાજની મૃતદેહની અંતિમ વિધિ અલગ હોય છે. તેને ગોખમેનશિન કહેવાય છે. જેમાં મૃતદેહને બાળવામાં કે દફનાવવામાં આવતો નથી. તેથી સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી છે કે, કોરોના સંક્રમિત થયેલા પારસીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કે દફન વિધિ માટે ફરજ પાડી શકાય નહીં.  

સુરત પારસી પંચાયતે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી છે કે, મૃત પારસીઓ માટેની પરંપરાગત અંતિમવિધિ 'દોખમેનશીન' ને છૂટ આપવામાં આવે. 

કેવી રીતે થાય છે પારસીઓની અંતિમવિધિ
પારસીઓની અંતિમ વિધિ જગ્યા એક બગીચા જેવી લાગે છે. અહીં પારસીઓના શબની અંતિમ વિધિ કરવામાં આવે છે. પારસી ધર્મમાં કોઈપણું મૃત્યુ થાય તો તેમને સળગાવવામાં આવતા નથી, દફનાવાતા નથી કે પછી નદીમાં પણ મૂકી દેવાતા નથી. આ ધર્મના લોકો બીજા ધર્મના લોકોથી એકદમ અલગ જ છે. પારસી લોકો તેમની અંતિમ વિધિની પરંપરાને ટકાવી રાખવા માટે ગીધ ઉપર નિર્ભર છે. આ સમુદાયમાં કોઈ મૃત્યુ પામે તો તેના મૃત શરીરને એક ટાવર પર ખુલ્લુ લટકાવી દેવામાં આવે છે, પછી એ મૃત શરીરને ગીધ પોતાનું ભોજન બનાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news