મોદી કેબિનેટમાં મોટો ફેરફાર, સ્મૃતિ ઈરાનીનું કદ ઘટ્યું, પીષૂય ગોયલને નાણામંત્રાલયનો હવાલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટમાં ફેરફાર કર્યો છે. 

 

 મોદી કેબિનેટમાં મોટો ફેરફાર, સ્મૃતિ ઈરાનીનું કદ ઘટ્યું, પીષૂય ગોયલને નાણામંત્રાલયનો હવાલો

નવી દિલ્હીઃ મોદી કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે. અરૂણ જેટલીની ખરાબ તબીયતને જોતા પીયૂષ ગોયલને રેલ મંત્રાલયની સાથે-સાથે નાણામંત્રાલયનો પ્રભાર આપવામાં આવ્યો છે. આ સિવાય સ્મૃતિ ઈરાની પાસેથી સૂચના પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર છીનવીને રાજ્યવર્ધન સિંહ રાઠોડને તેનો સ્વતંત્ર પ્રભાર આપી દેવામાં આવ્યો છે. 

— ANI (@ANI) May 14, 2018

એસએસ અહલુવાલિયા પાસેથી પેયજલ તથા સ્વચ્છતા રાજ્ય મંત્રીનો પ્રભાર પરલ લઈને તેમને સૂચના તથા ટેકનોલોજી મંત્રી બનાવવામાં આવ્યા છે. કે અલ્ફોંસ પાસેથી સૂચના તથા ટેકનોલોજી રાજ્ય મંત્રીનો દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો છે. 

— ANI (@ANI) May 14, 2018

મહત્વનું છે કે આ પહેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડની પાસે રાજ્યમંત્રીનો દરજ્જો હતો. સોમવારે એમ્સમાં અરૂણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તેમની હાલત સ્થિર છે. જેટલીની ગેરહાજરીમાં મહત્વનું મંત્રાલય પ્રભાવિત ન થાય તેથી પીયૂષ ગોયલને તેની વધારાની જવાબદારી આપવામાં આવી છે. 

જેટલી સ્વસ્થ થાય ત્યાં સુધી પીયૂષ ગોયલ નાણામંત્રાલય સંભાળશે. સ્મૃતિ ઈરાની પાસે હવે માત્ર કપડા મંત્રાલય રહેશે. 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news