યોગગુરૂ બાબા રામદેવનું નિવેદન, 'જે કર્ણાટક ચૂંટણી જીતશે, તે દેશ જીતશે'

એક ખાનગી કાર્યક્રમમાં વારાણસી પહોંચ્યા હતા બાબા રામદેવ. વિભિન્ન મુદ્દા પર આવ્યા નિવેદન.   

Updated By: May 14, 2018, 08:55 PM IST
યોગગુરૂ બાબા રામદેવનું નિવેદન, 'જે કર્ણાટક ચૂંટણી જીતશે, તે દેશ જીતશે'

વારાણસીઃ યોગગુરૂ બાબા રામદેવે મંગળવાર (15 મે)એ આવી રહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નિવેદન આપતા કહ્યું કે, 'જે કર્ણાટક ચૂંટણી જીતશે, તે દેશ જીતશે'. સોમવારે (14) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચેલા બાબા રામદેવે અહીં ટિપ્પણી કરી. જ્યારે બાબા રામદેવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશરે 4 વર્ષના કાર્યકાલ પર નંબર આપવાનું કહેવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, આ કઠિન સવાલ છે બીજુ કંઈ પૂછો જણાવીશ. 

સોમવારે એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા વારાણસી પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, મોદીજી પાસેથી કિસાનો, જવાનો, વ્યાપારીઓ અને અદિકારીઓને પહાડ જેવી આશાઓ છે. સૌથી વધુ વિકાસની યોજના બનાવાવમાં આવી અને તેને જમીન પર ઉતારવાનો પ્રયાસ પણ થયો છે. રામદેવે કહ્યું કે, પીએમ મોદીની નીયતમાં દેશને વિશ્વાસ છે. આશાઓ પહાડ જેવી છે અને યોજનાઓને જમીન પર ઉતારવા માટે તેમનું મંત્રિંમડળ પ્રયત્ન કરે છે. 

વાતચીત દરમિયા રામદેવે કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કેટલાક મંત્રીઓ લાજવાબ છે. ગડકરી અને પીયૂષ યોગય જેવા કેટલાક મંત્રીઓ રાત-દિવસ પુરૂષાર્થ કરી રહ્યાં છે. જેટલી જેવા વિઝનનો મંત્રી સરકારમાં બીજું કોઈ નથી. બાબા રામદેવે કહ્યું કે, જેટલીજીનું સફળ ઓપરેશન થયું છે અને હું ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે તોએ જલ્દી સ્વસ્થ થઈ જાય. બાબા રામદેવને ગંગા પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, સરકારે ઝડપથી કામ કરવું જોઈએ. જેટલું પરિણામ અપેક્ષિત હતું તેટલું મળ્યું નથી.