Corona સંક્રમણ જોતા વધુ એક પરીક્ષા સ્થગિત, ડો. હર્ષવર્ધને કરી જાહેરાત

દેશમાં સતત વધી રહેલા કેસને જોતા 18 એપ્રિલે લેવાનારી નીટ પીજી પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી છે. 

Corona સંક્રમણ જોતા વધુ એક પરીક્ષા સ્થગિત, ડો. હર્ષવર્ધને કરી જાહેરાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસે ચિંતા ઉભી કરી છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ સામે આવ્યા જે એક રેકોર્ડ છે. કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. તો ગઈકાલે સરકારે CBSE ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી હતી અને ધોરણ 12ની પરીક્ષાવ સ્થગિત કરી હતી. હવે કેન્દ્રએ વધુ એક પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસને જોતા નીટ પીજી પ્રવેશ પરીક્ષા ટાળી દેવામાં આવી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કરી જાહેરાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જાહેરાત કરી કે આગામી 18 એપ્રિલે યોજાનાર નીટ પીજી પ્રવેશ પરીક્ષા ટાળી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. 

— ANI (@ANI) April 15, 2021

ધોરણ-10ની પરીક્ષા રદ્દ, 12ની સ્થગિત
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે (Education Minister Ramesh Pokhriyal 'Nishank') બુધવારે ટ્વીટ જાણકારી આપી હતી કે, સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા જૂનમાં લેવાશે. તેની તારીખ 1 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે દેશની સ્થિતિને જોતા નિર્ણય કરવામાં આવશે. તો ધોરણ 10ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news