મેહુલ ચોક્સી

ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો બદનામીનો ડર, Netflix ની વેબસીરિઝ પર ઉઠાવ્યો વાંધો

આ વેબસીરિઝમાં ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા (Vijay Mallya) , નીરવ મોદી (Nirav Modi) ની સાથે સાથે બી રાજુ રામલિંગ રાજુ (B Raju Ramaling Raju) ના વિવાદિત કિસ્સાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે

Aug 27, 2020, 10:56 AM IST
 Major step against Mehul chokshi PT1M1S

ભાગેડુ મેહુલ ચોક્સી વિરૂદ્ધ લેવાયું મોટું પગલું

પ્રવર્તન નિર્દેશાલયે પંજાબ નેશનલ બેંક સ્કેમ મામલે ભાગેડુ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. દુબઈ સ્થિત ત્રણ સંપત્તિઓ પર ઈડીની નજર હતી, જેનું મૂલ્ય 24 કરોડ છે. 13 હજાર કરોડના આ સ્કેમમાં સહ આરોપી મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં છે. ભારત સરકાર મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.

Jul 12, 2019, 11:00 AM IST

PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.

Jul 12, 2019, 09:12 AM IST

મેહુલ ચોક્સીની એંટીગાની નાગરિકતા રદ થશે, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

ભાગેડૂ હીરાના બિઝનેસમેન મેહુલ ચોક્સીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એંટીગા મેહુલ ચોક્સીની નાગરિકતાને રદ કરીને તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ નિવેદન એંટીગાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું છે. આ દાવો અહીંના એક સ્થાનિક ન્યૂઝ પેપરે કર્યો છે. તમને જણાવી દઇએ કે ભારતમાંથી ફરાર થયા બાદ મેહુલ ચોક્સી એંટીગાનો રહે છે. 

Jun 25, 2019, 01:12 PM IST

ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને એર એમ્બ્યુલન્સથી ભારત પાછો લાવવાની તૈયારી

પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસ મામલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે ઈડીએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રજુઆત કરી છે.

Jun 23, 2019, 10:19 AM IST

ધરપકડની બીકે મેહુલ ચોક્સીએ બનાવ્યું બહાનું, "હું ભાગ્યો નથી, ઈલાજ કરાવવા આવ્યો છું"

મહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું છે, જેમાં તેણે પોતાની બિમારીની સંપૂર્ણ વિગતો જણાવી છે અને સાથે જ કહ્યું છે કે, હું દેશ છોડીને ભાગી નથી ગયો પરંતુ અહીં એન્ટીગુઆમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છું, કોર્ટને તમામ પ્રકારનો સહકાર આપવા હું તૈયાર છું 

Jun 17, 2019, 07:06 PM IST

PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીનું મોટું નિવેદન, કહ્યું-ફ્રોડમાં સામેલ કંપનીઓ સાથે તેમનો સંબંધ નથી

બેંક ફ્રોડ કેસમાં ફસાયેલી મેહુલ ચોક્સીએ કહ્યું કે તે કૌભાંડ માટે તપાસના ઘેરામાં આવેલી કોઇપન કંપનીમાં ભાગીદારી નથી. હવે તે કંપનીઓ 2000માં જ અલગ થઇ શકે છે. ચોક્સીના વકીલો દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના વિરૂદ્ધ છપાયેલા એક જૂના દસ્તાવેજ 'પોતાના ગ્રાહકને જાણો (કેવાઇસી)ના આધાર માનવામાં આવ્યો. તેમણે આ દસ્તાવેજ 1995 માં પંજાબ નેશનલ બેંકને સોંપ્યા હતા.

Mar 28, 2019, 12:03 PM IST

ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં દસ્તાવેજ

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે.

Mar 21, 2019, 07:44 AM IST

PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી, એટીગુઆમાં પાસપોર્ટ સરેન્ડર

પીએનબી કૌભાડના મુખ્ય આરોપીઓ પૈકીનો એક મેહુલ ચોક્સી ભારતીય નાગરિકતા છોડી દીધી અને પોતે એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી હતી

Jan 21, 2019, 10:01 AM IST

PNB કૌભાંડઃ EDએ થાઈલેન્ડમાં ગીતાંજલિ ગ્રુપની 13 કરોડની સંપત્તિ કરી જપ્ત

તાજેતરમાં જ મેહુલ ચોક્સીએ એક નિવેદનમાં પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવીને કહ્યું હતું કે તે ફ્લાઈટમાં 41 કલાકની લાંબી મુસાફરી કરીને ભારત આવી શકે એમ નથી 

Jan 4, 2019, 06:55 PM IST

YEAR ENDER 2018 : બિઝનેસ ક્લાસના આ ચર્ચિત ચહેરા બની ગયા 'ઠગ', ડુબાડી કંપની

ભારતીય ઉદ્યોગમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતિન અને ચેતન સંડેસરા જેવા કેટલાક બિઝનેસ મેન એવા રહ્યા છે જેની કામે 2018માં સમગ્ર ભારતીય ઉદ્યોગ જગત સામે પ્રશ્ન ઉભો કરી દીધો છે. એટલું જ નહી તેની અસર રાજકીય ક્ષેત્રમાં પણ જોવા મળી.

Dec 31, 2018, 12:17 PM IST

મેહુલ ચોક્સીએ કહ્યું, 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકું

દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં 41 કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ (PMLA) સ્પેશિયલ કોર્ટમાં ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.

Dec 25, 2018, 11:58 AM IST

ઈન્ટરપોલે મેહુલ ચોક્સી સામે બહાર પાડી રેડ કોર્નર નોટિસ, CBIને મળી સફળતા

દેશના નાણા લઈને ભાગી છુટનારા વધુ એક બિઝનેસમેન સામે ભારત સરકારને મોટી સફળતા મળી છે. તાજેતરમાં જ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટન કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, આ અગાઉ અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં સફળતા મળી હતી 

Dec 13, 2018, 04:22 PM IST

મેહુલ ચોક્સી પર નવો ખુલાસો, 3,250 કરોડ રૂપિયા બીજા દેશમાં મોકલ્યા: ઈડી

પીએનબી કૌભાંડમાં ભાગેડું જાહેર કરાયેલા મેહુલ ચોક્સીએ પીએનબીની મુંબઇ બ્રાંચ સાથે છેતરપીંડિ દ્વાર ભેગા કરેલા 3,250 કરોડ રૂપિયા દેશમાંથી બહાર મોકલ્યા હતા. 

Sep 12, 2018, 02:20 PM IST

પીએનબી કૌભાંડ બાબતે કોંગ્રેસનો હુમલોઃ મોદી સરકારમાં 'ભાગેડુઓનો સાથ, ભાગેડુઓનો વિકાસ'

રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, ચોકસીના કૌભાંડ અંગે વડા પ્રધાન કચેરીને મે, 2015માં જ ફરિયાદ કરાઈ હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરાઈ ન હતી 

Sep 11, 2018, 09:17 PM IST

મેહુલ ચોક્સીએ એન્ટિગુઆથી વીડિયો મેસેજ મોકલ્યો, કહ્યું "ઈડીના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા"

જ્વેલરીના વ્યવસાયી અને નિરવ મોદીના કાકા એવા મેહુલ ચોક્સીએ ગયા વર્ષે જ એન્ટીગુઆ અને બાર્બુડાની નાગરિક્તા લઈ લીધી હતી 
 

Sep 11, 2018, 04:39 PM IST

VIDEO : સૌથી મોટા બેંકિંગ ગોટાળા પછી પહેલીવાર દેખાયો મેહુલ ચોક્સી, કહી મોટી વાત

આરોપી મેહુલ ચોક્સી (Mehul Choksi)એ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના તમામ આરોપ ખોટા અને આધારહીન છે

Sep 11, 2018, 04:03 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદીની બહેન વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર, 25 સપ્ટેમ્બરે કોર્ટમાં થશે હાજર

ઓગસ્ટમાં મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઇ નિલેશને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધી હાજર થવા માટે સમન જાહેર કર્યું હતું. બંને બેલ્ઝિયમના નાગરિક છે. 

Sep 10, 2018, 04:08 PM IST

ભારતને મોટો આંચકો, એન્ટીગુઆએ મેહુલ ચોકસીને ભારત મોકલવા કર્યો સાફ ઇન્કાર

માંડ એક લાખ જેટલી વસ્તી ધરાવતા નાનકડા શહેર જેવડા દેશે ભારતના ભાગેડુ આરોપીના પ્રત્યાપર્ણ માટે ચોખ્ખી ના પાડી છે.

Aug 14, 2018, 12:25 PM IST

એંટીગુઆ સરકારે સ્વિકાર્યું મેહુલ ચોક્સી તેમનો મહેમાન, મળી ચુકી છે નાગરિકતા

પીએનબી ગોટાળાનો આરોપી ચોક્સીને એન્ટીગુઆની નાગરિકતા મળી ચુકી, એન્ટીગુઆ સરકારે ભારતને આ માહિતી ઇન્ટરપોલ દ્વારા આપી છે

Aug 2, 2018, 11:09 PM IST