ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક પહેલા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

ભારત અને ચીન (India-China) વચ્ચે સાતમી વખત 12 ઓક્ટોબરે કોર કમાન્ડર કક્ષાની બેઠક (Core Commander Level Meeting) યોજાનાર છે. પૂર્વી લદાખ (Eastern Ladakh)માં બંને દેશો વચ્ચેના તણાવને જોતાં આ બેઠકમાં રણનીતિક ચર્ચા થઈ. સેનાના ઉચ્ચ અધિકારીઓએ પૂર્વ લદાખની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં આર્મી ચીફ એમ. એમ. નરવણે (M.M. Narvane) સહિત મોટા ઓફિસર સામેલ થયા.
ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક પહેલા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

નવી દિલ્હી: ભારત અને ચીન (India-China) વચ્ચે સાતમી વખત 12 ઓક્ટોબરે કોર કમાન્ડર કક્ષાની બેઠક (Core Commander Level Meeting) યોજાનાર છે. પૂર્વી લદાખ (Eastern Ladakh)માં બંને દેશો વચ્ચેના તણાવને જોતાં આ બેઠકમાં રણનીતિક ચર્ચા થઈ. સેનાના ઉચ્ચ અધિકારીઓએ પૂર્વ લદાખની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં આર્મી ચીફ એમ. એમ. નરવણે (M.M. Narvane) સહિત મોટા ઓફિસર સામેલ થયા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 ઓક્ટોબરે ભારત તરફથી રખવામાં આવતા પક્ષને લઇને રણનીતિક ચર્ચા થઈ હતી. સોમવારે ચીન સાથે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતનો 7 મો રાઉન્ડ થશે. પૂર્વ લદ્દાખમાં બંને દેશોની સૈનાને પાછળ હટાવવા અંગેની આ વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-મેથી જ વિવાદ વધ્યો છે.

તાજેતરમાં, વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું છે કે લશ્કરી વાટાઘાટના છઠ્ઠા રાઉન્ડના પરિણામોની ચીન અને ભારત દ્વારા સકારાત્મક સમીક્ષા કરવામાં આવી હતી. તે જ સમયે, બંને પક્ષ લશ્કરી વાટાઘાટના છેલ્લા રાઉન્ડ પછી જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવેલ પગલાઓને અમલમાં મૂકવાનો આગ્રહ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news