લદ્દાખ હિંસા બાદ આપણા કેટલા જવાન ગુમ છે? MEAએ આપ્યો જવાબ
ભારત-ચીન (India-China Border Dispute)ની વચ્ચે સરહદ પર તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે વિદેશ મંત્રી (MEA)એ ગુરૂવારના કહ્યું કે ભારત અને ચીન તેમના દૂતાવાસો દ્વારા એક બીજાના સંપર્કમાં છે અને વાતચીતના માધ્યમથી તમામ મતભેદોને દૂર કરવા પર કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લદ્દાખમાં હિંસા બાદથી કોઈપણ ભારતીય જવાન ગુમ નથી.
Trending Photos
નવી દિલ્હી: ભારત-ચીન (India-China Border Dispute)ની વચ્ચે સરહદ પર તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે વિદેશ મંત્રી (MEA)એ ગુરૂવારના કહ્યું કે ભારત અને ચીન તેમના દૂતાવાસો દ્વારા એક બીજાના સંપર્કમાં છે અને વાતચીતના માધ્યમથી તમામ મતભેદોને દૂર કરવા પર કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, લદ્દાખમાં હિંસા બાદથી કોઈપણ ભારતીય જવાન ગુમ નથી.
આ પણ વાંચો:- રાહુલ ગાંધી પર વિદેશ મંત્રીનો વળતો પ્રહાર, કહ્યું- કેમ સરહદ પર સૈનિકોએ ન ચલાવ્યા હથિયાર
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે ભારતની અખંડતા અને સાર્વભૌમત્વના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. બંને પક્ષોના સૈન્ય અધિકારી સંપર્કમાં છે અને અમે વાતચીતના માધ્યમથી સંઘર્ષને દુર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
ગલવાન ખાડીમાં ભારત-ચીનના સંઘર્ષ પર વાત કરતા વિદેશ મંત્રીના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું, જ્યારે અમે સરહદીય ક્ષેત્રો પર શાંતિ અને શાંતિ બનાવી રાખવા અને વાતચીતના માધ્યમથી મતભેદો ઉકેલવા માટે આશ્વસ્ત છીએ. જેમ કે, ગઇકાલે (બુધવાર)ના પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું, અમે ભારતની સાર્વભૌમત્વ અને અખંડતાના સરક્ષણ માટે દ્રઢતાથી પ્રતિબદ્ધ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય ગતિવિધિઓ LACના ભારતીય સીમા સુધી સીમિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરેન્સમાં કહ્યું હતું કે, પીએમ મોદીએ ચીનને તેમની સીમા પ્રતિબંધિત કરવા અને એલએસી પર સુધારાત્મક પગલા ઉઠાવવા માટે કહ્યું છે.
સરહદ પર ઘર્ષણ દરમિયાન ભારતીય સૈનિકોના ગુમ થવાની વાત પર તેમણે કહ્યું કે, અમે ભારતીય સેનાના નિવેદનનું સમર્થન કરીએ છીએ. કોઇપણ ભારતીય સૈનિક કાર્યવાહીમાં ગુમ નથી. અમે સ્પષ્ટ કરીએ છીએ કે, કોઈપણ જવાન ચીનની કેદમાં નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે