close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

11-12 ઓક્ટોબરે યોજાશે ભારત-ચીન સમિટ, PM મોદી અને શી જિગપિંગ વચ્ચે થશે બેઠક

ભારત અને ચીન વચ્ચે બીજી અનૌપચારિક શિખર સમ્મેલન ચેન્નાઇમાં યોજાઇ રહ્યું છે. આ મામલે ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ ભારતના પ્રવાસે આવશે અને ચેન્નાઇમાં પીએમ મોદીની સાથે બેઠક કરશે.

Ketan Panchal - | Updated: Oct 9, 2019, 12:27 PM IST
11-12 ઓક્ટોબરે યોજાશે ભારત-ચીન સમિટ, PM મોદી અને શી જિગપિંગ વચ્ચે થશે બેઠક

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે બીજા અનૌપચારિક શિખર સંમેલન 11-12 ઓક્ટોબરના રોજ ચેન્નાઇમાં યોજાઇ રહ્યું છે. આ મામલે ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ (Xi Jinping) ભારતના પ્રવાસે આવશે અને ચેન્નાઇમાં પીએમ મોદીની સાથે બેઠક કરશે. આ મામલે વિદેશ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે, વડાપ્રધાનના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ (Xi Jinping) બીજા અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચેન્નાઇ આવશે. તે પહેલા ભારતમાં ચીનના દૂત સુન વાઇડોંગે કહ્યું કે, અમારા નેતાઓના નેતૃત્વમાં વર્તમાન દોરમાં ચીન અને ભારતના સંબંધોમાં સતત પ્રગતિ થઇ છે. વુહાન અનૌપચારિક મીટિંગના સકારાત્મક પ્રભાવને આગળ વધારવાની દિશામાં આગળ આવશે.

આ પણ વાંચો:- અહીં શરૂ થઇ રહ્યું છે દેશનું પ્રથમ ‘ગાર્બેજ કાફે’, જ્યાં પ્લાસ્ટિક આપવા પર મળશે ભરપેટ ભોજન

ઉલ્લેખનીય છે કે, 2017ના ડોકલામ સંકટની પૃષ્ઠભૂમિમાં ગત વર્ષે વૃહાનમાં ભારત અને ચીનની વચ્ચે પહેલી અનૌપચારિક શિખર સંમેલન ચીનના શહેર વુહાનમાં યોજાયું હતું. તે દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક સલાહ આપી હતી. જેથી બીજી વખત ડોકલામ જેવું સંકટ ઉભુ ના થાય. આ ઉપરાંત સાંસ્કૃતિક સ્તર પર ભારત-ચીન હાઇ લેવેલ મેકેનિઝ્મનું ગઠન અને બંને દેશોના લોકોની વચ્ચે સંપર્ક વધારવા પર ભાર આપવાની સહમતિ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી કે ચીનના રાષ્ટ્રપતિએ દક્ષિણ ભારતની યાત્રા કરી છે. પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પહેલા પ્રીમિયર ઝૂ એનલાઇએ દક્ષિણ ભારતની યાત્રા કરી હતી. એનલાઇ 5 ડિસેમ્બર 1956માં બે દિવસીય પ્રવાસ પર તમિલનાડુ આવ્યા હતા. તે દરમિયાન મહાબલીપુરમ, જેમિની સ્ટૂડિયો અને એક કોચ ફેક્ટરી પણ જોવા ગયા હતા.

આ પણ વાંચો:- રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

સૂત્રોના જણાવ્યા અનુસાર, શી જિગપિંગની યાત્રા દરમિયાન બંને નેતાઓની મુલાકાત દરમિયાન ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થશે. બોર્ડર પર શાંતિ, સંવાદિતા બનાવી રાખવા પર થઇ શકે છે. ભારત-ચીન આગામી સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ મુલાકાત (SPM) પર નિર્ણય લઇ શકે છે.

આ પણ વાંચો:- ભારતીય બોર્ડર પાસે સતત ડ્રોન ઉડાવી રહ્યું છે પાકિસ્તાન, રાત્રે કરી રહ્યું છે ષડયંત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દા પર કોઇ ચર્ચા થશે નહીં કેમ કે, આ ભારતનો આંતરિક મામલો છે. આતંકવાદના મુદ્દા પર વ્યાપક ચર્ચા થવાની આશા છે પછી ભલે તે ક્ષેત્રીય આતંકવાદ હોય અથવા તો વૈશ્વિક. ખાસ કરીને આતંકવાદીઓને ટ્રેનિંગ, ધિરાણ અને સમર્થન આપનાર લોકોના મુદ્દા પર વાત થશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને શી જિગપિંગની વચ્ચે શાંતિ, વ્યાપાર, રક્ષા અને સુરક્ષા, દ્વિપક્ષીય મુદ્દો, સીબીએમ, ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
(બ્રહ્મપ્રકાશ દુબેના ઇનપુટ સાથે)

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...