દેશને ટુંક સમયમાં જ મળશે વોટર મેટ્રોની ભેટ, જાણો પ્રોજેક્ટ સાથે જોડાયેલી ખાસ વાતો
દેશને ટુંક સમયમાં વોટર મેટ્રોની ભેટ મળવાની છે. હવે તમે વોટર મેટ્રોની પણ મજા માણી શકશો. ડિસેમ્બર 2019માં આ સેવા શુરૂ થઇ શકે છે. દેશમાં પહેલી વોટર મેટ્રો ચલાવવાની તૈયારી કોચ્ચિમાં કરવામાં આવી રહી છે. કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડ આ પ્રોડેક્ટ પર કામ કરી રહી છે અને જર્મની તેમાં નાણાકીય મદદ કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશને ટુંક સમયમાં વોટર મેટ્રોની ભેટ મળવાની છે. હવે તમે વોટર મેટ્રોની પણ મજા માણી શકશો. ડિસેમ્બર 2019માં આ સેવા શુરૂ થઇ શકે છે. દેશમાં પહેલી વોટર મેટ્રો ચલાવવાની તૈયારી કોચ્ચિમાં કરવામાં આવી રહી છે. કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડ આ પ્રોડેક્ટ પર કામ કરી રહી છે અને જર્મની તેમાં નાણાકીય મદદ કરી રહ્યું છે.
આ પ્રોજેક્ટ બોટ પર આધારીત છે, જે 76 કિલોમીટરના રૂટમાં 15 રસ્તાથી ચલાવવામાં આવશે. કેરળમાં કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડ આવતા મહિના સુધીમાં ટેન્ડર જાહેર કરશે અને વર્ષમાં આ યોજનાને પૂર્ણ કરવામાં આવશે. તેનો ખર્ચ 819 કરોડ થશે. જર્મન સરકારના ડેવલપમેન્ટ બેંક KfW 582 કરોડ રૂપિયાની નાણાકીય સહાયકા પ્રદાન કરશે. હાલમાં જ જર્મનીના રાજદૂત પ્રોજેક્ટની પ્રગતિથી ખુબજ ખુશ છે. તેમણે કહ્યું કે ભૂમિ અધિગ્રહણનું કામ ઝડપીથી શરૂ થઇ ગયું છે.
જર્મનીના મંત્રી ગુંથર એડલરે હાલમાં કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડને કોચ્ચિ સ્થિત કોર્પોરેટ ઓફિસની મુલાકાત કરી હતી અને મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ અધિકારીઓમાંથી કોચ્ચિ સ્માર્ડ મિશન લિમિટેડ અને વોટર મેટ્રોના અધિકારી પણ સામેલ હતા. તે મુલાકાત ભારત-જર્મની દ્વિપક્ષીય સહયોગનો ભાગ હતી. ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિ મંડળ વાર્તામાં કોચ્ચિના દીર્ધકાલિક અને પર્યાવરણને અનુકળુ વિકાસ માટે ટેકનીકલી સહાયતા આપવવા પર વિચાર-વિમર્શ કર્યો હતો. આ મુલાકાત વોટર મેટ્રોને લઇ હતી.
મેટ્રો માટે વોટર સ્ટેશન બનશે
આ ખાસ મેટ્રો માટે વોટર સ્ટેશન બનશે. ત્યાં સુધી પહોંચવા માટે રસ્તો પણ બનાવવામાં આવશે. પહેલાથી બનેલા રસ્તા મોટા કરવામાં આવશે. આ દ્વીપો પર રહેતા લોકોને લગભગ એક લાખ લોકોને ફાયદો થશે. બોટ ચલાવવા માટે રૂટ તૈયાર કરવામાં આવશે. બે રીતની બોટમાં યાત્રી મુસાફરી કરી શકસે. 4 કંપનીઓને બોટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ભૂમિ અધિગ્રહણનું કામ શુરૂ
વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ભૂમિ અધિગ્રહણનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. વર્તમાન યોજના અનુસાર બોટને ફાઇબર રેનફોર્સ્ડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવશે. આ બોટ ઇકો-ફ્રેન્ડલી અને બેટરીથી ચાલતી હશે. કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડના ડાયરેક્ટર એપીએમ મોહમ્મદ હૈનિશના અનુસાર, 819 કરોડ રૂપિયાનો ખર્ચમાં મેટ્રો એજન્સી એક એંટિગ્રેટેડ વોટર ટ્રાંસપોર્ટ પ્રોજક્ટ શરૂ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે