'ઇન્ડિયાનો DNA': MPના લોકો કોઇ વાતે ના ગભરાય ટાઇગર અભી ઝીંદા હૈ...

2019ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWSના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી સમગ્ર દેશને એપ્રીલ ફુલ બનાવી રહ્યા છે. ખાસ કરીને દેવા માફીના નામે તેમણે મધ્યપ્રદેશનાં ખેડૂતોને ગુમરાહ કર્યા છે. 

'ઇન્ડિયાનો DNA': MPના લોકો કોઇ વાતે ના ગભરાય ટાઇગર અભી ઝીંદા હૈ...

નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWSના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી સમગ્ર દેશને એપ્રીલ ફુલ બનાવી રહ્યા છે. ખાસ કરીને દેવા માફીના નામે તેમણે મધ્યપ્રદેશનાં ખેડૂતોને ગુમરાહ કર્યા છે. 

શિવરાજે કહ્યું કે, કોંગ્રેસની સરકાર લંગડી છે. ખબર નહી ક્યારે પડી ભાંગે. શિવરાજે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીની આદત છે ખોટુ બોલવાની. ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઇક કરે છે. 50-60 વર્ષ સુધી તમે દેશ પર રાજ કર્યું પરંતુ ગરીબી નથી હટી. હવે દેશની જનતાને ગરીબી હટાવવાની લોલીપોપ પકડાવી રહ્યા છે. પરંતુ દેશનાં લોકો હવે સમજદાર બની ગયા છે. તેઓ તમારા ખોટા વચનોમાં નહી આવે. 

શિવરાજે કહ્યું કે, મને તો મધ્યપ્રદેશનાં લોકો કહેવા માંગે છેકે મામા ફરી એકવાર આવી જાઓ. મે મારા કાર્યકાળની શરૂઆતમાં મધ્યપ્રદેશની પોલીસને કહ્યું હતું કે, આ જમીન પર કાં તો ડાકુઓ રહેશે અથવા તો હું રહીશ. પરિણામ મારા કાર્યકાળમાં તમામ ડાકુઓનો ખામતો કરી દેવામાં આવ્યો. અન્યાય વિરુદ્ધ લડીશ, જનતા ચિંતા ન કરે, ટાઇગર હજી પણ જીવે છે. શિવરાજે કહ્યું કે, સેનાના શોર્ય પર સવાલ ઉઠાવનારાઓને શરમ આવવી જોઇએ. રાહુલનાં સવાલ અંગે શિવરાજે કહ્યું કે, વોટ માટે જનોઇ, ત્રિપુંડ અને મંદિરોના દર્શન કરી રહ્યા છે કોંગ્રેસી નેતા. હિંદુ આતંકવાદની વાત કરનારાઓ મંદિર જઇ રહ્યા છે. કોંગ્રેસ કાલનેમી રાક્ષસ જેવી છે. 

23 મેએ વડાપ્રધાન મોદી વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે.
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ચોકીદાર હવે માત્ર વડાપ્રધાન મોદી જ નથી, દેશનો દરેક વ્યક્તિ છે. સુરજ હંમેશા પુર્વમાંથી જ ઉગે છે તે જ પ્રકારે 23મેનાં રોજ મોદી સરકાર બનવશે તે પણ નક્કી જ છે. મધ્યપ્રદેશમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ખરાબ છે. મધ્યપ્રદેશનાં લોકો ગભરાયેલા છે. જો કે તેમણે ગભરાવાની જરૂર નથી. કારણ કે ટાઇગર હજી પણ જીવે છે. એમપીમાં થનારા અત્યાચાર વિરુદ્ધ તેમના મામા લડતા રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news