સાવધાન...ભારતમાં મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, બ્રિટનમાં તબાહી મચાવી ચૂક્યો છે

દેશમાં જ્યાં કોરોનાની બીજી લહેર થમતી જોવા મળી રહી છે અને  ભારતે કોરોનાને હરાવવાની લડતમાં એક નવો વિક્રમ સર્જ્યો છે ત્યાં એક ચોંકાવનારા સમાચાર પણ આવી રહ્યા છે.

સાવધાન...ભારતમાં મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, બ્રિટનમાં તબાહી મચાવી ચૂક્યો છે

નવી દિલ્હી: દેશમાં જ્યાં કોરોનાની બીજી લહેર થમતી જોવા મળી રહી છે અને  ભારતે કોરોનાને હરાવવાની લડતમાં એક નવો વિક્રમ સર્જ્યો છે ત્યાં એક ચોંકાવનારા સમાચાર પણ આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ભારતે હાલમાં જ કોરોના રસીકરણનો 100 કરોડનો આંકડો પાર કર્યો છે. 

વાત જાણે એમ છે કે ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે. જેનું નામ Delta Plus-AY.4.2 છે. આ વેરિએન્ટ બ્રિટનમાં પહેલેથી તબાહી મચાવી ચૂકેલો છે.  મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં SARS CoV 2 ના ડેલ્ટા વેરિએન્ટના સબલાઈનના કેસની ભાળ મળ્યા બાદ હવે ભારતની કોરોના જીનોમિક નિગરાણી પરિયોજના હાઈ અલર્ટ પર છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નેશનલ સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ (એનસીડીસી)એ બહાર પાડેલા જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટમાં ઈન્દોરમાં આ નવા વેરિએન્ટના સાત કેસની જાણકારી મળી હતી. ઈન્દોરના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો બીએસ સૈત્યે જણાવ્યું કે સંક્રમિત લોકોમાંથી બે લોકો મહુ છાવણીમાં તૈનાત સેના અધિકારી છે. મહારાષ્ટ્રમાં 1 ટકા નમૂનામાં નવા ડેલ્ટા AY.4.2 વેરિએન્ટની જાણકારી મળી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવો વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં વધુ ચેપી અને ઘાતક હોઈ શકે છે. 

બ્રિટનમાં AY.4.2 વેરિએન્ટે એકવાર ફરીથી સંક્રમણ વધાર્યું છે. યુકેના વૈજ્ઞાનિકોએ તેને  'તપાસ હેઠળ વેરિએન્ટ' તરીકે જાહેર કર્યો છે. યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાં મુજબ AY.4.2 નો ગ્રોથ રેટ ડેલ્ટાની સરખામણીમાં 17 ટકા વધુ છે. યુકેમાં 23 ઓક્ટોબરના રોજ 50 હજારથી વધુ કોવિડ કેસ નોંધાયા હતા. જેય 17 જુલાઈ બાદ સૌથી વધુ છે. યુકેમાં ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ કહેર મચાવી રહ્યો છે. પરંતુ હવે અહીં AY.4.2 મળવાના કેસ પણ ઝડપથી વધવા લાગ્યા છે. 

ભારત માટે ચિંતા કેમ?
યુકેથી આવનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. ભારતે યુકેને તે દેશોની યાદીમાંથી પણ હટાવ્યો છે જ્યાંથી ભારત આવનારા મુસાફરોએ 14 દિવસનો ક્વોરન્ટાઈન અને કોવિડનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી હતો. હવે નેગેટિવ રિપોર્ટ અને રસીકરણ સર્ટિફિકેટ મંજૂર કરાઈ રહ્યા છે. 

ભારત માટે વધુ એક ચિંતાની વાત એ પણ છે કે અહીં હજુ સુધી 30 ટકા વસ્તીને જ રસીના બંને ડોઝ મળ્યા છે. જ્યારે દુનિયાના અનેક દેશોમાં હવે બુસ્ટર શોટ પણ અપાવવા માંડ્યા છે. ભારતમાં હજુ સુધી બાળકોનું રસીકરણ પણ શરૂ થઈ શક્યું નથી. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવો વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં વધુ ચેપી અને ઘાતક હોઈ શકે છે. નવો વેરિએન્ટ કે જેને AY.4.2 કહેવાય છે તેને હવે યુકેમાં 'તપાસ હેઠળ વેરિએન્ટ' તરીકે જાહેર કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news