Corona Update: બેદરકારી ભારે પડી રહી છે!, કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં વળી પાછો વધારો
કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં ફરીથી ચોંકાવનારો વધારો થયો છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આ વધારો ચિંતાનો વિષય છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં ફરીથી ચોંકાવનારો વધારો થયો છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આ વધારો ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 930 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 34,703 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 553 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા.
નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યા છે. 43,733 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,06,63,665 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 47,240 દર્દીઓ રિકવર થઈ રહ્યા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,97,99,534 થઈ છે. હાલ દેશમાં 4,59,920 દર્દીઓ સારવાર હેઠળ છે.
India reports 43,733 new #COVID19 cases, 47,240 recoveries, and 930 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 3,06,63,665
Total recoveries: 2,97,99,534
Active cases: 4,59,920
Death toll: 4,04,211
Total vaccinated: 36,13,23,548 pic.twitter.com/kINBbaKa8A
— ANI (@ANI) July 7, 2021
મૃત્યુમાં પણ થયો વધારો
છેલ્લા 24 કલાકમાં 930 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,04,211 પર પહોંચી ગયો છે. આ અગાઉ ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 553 દર્દીઓના મોત થયા હતા. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 36,13,23,548 ડોઝ અપાયા છે.
A total of 42,33,32,097 samples were tested for #COVID19 up to July 6. Of which, 19,07,216 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/JBEuIMet9y
— ANI (@ANI) July 7, 2021
રિકવરી રેટ 97.18% થયો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 97.18% પર પહોંચ્યો છે. આ બાજુ કોરોના ટેસ્ટિંગનો આંકડો પણ વધ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે 19,07,216 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 42,33,32,097 પર પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે