લાહોર બ્લાસ્ટ પર પાકિસ્તાનના આરોપોને ભારતે નકાર્યા, આપ્યો વળતો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, પાકિસ્તાન પોતાનું ઘર ઠીક કરવા પર ધ્યાન આપે અને પોતાની જમીનથી નિકળનારા આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય અને પ્રામાણીક કાર્યવાહી કરે. 
 

લાહોર બ્લાસ્ટ પર પાકિસ્તાનના આરોપોને ભારતે નકાર્યા, આપ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ પાછલા મહિને પાકિસ્તાનના લાહોરમાં આતંકી હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા ધમાકાને લઈને પાકિસ્તાનના આરોપો પર ભારતે ગુરૂવારે જવાબ આપ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સી  (RAW) પર હુમલો કરાવવાના આરોપોને વિદેશ મંત્રાલયે બકવાસ ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, ભારત વિરુદ્ધ નિરાધાર પ્રોપેગેન્ડા પાકિસ્તાન માટે કોઈ નવી વાત નથી. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, પાકિસ્તાન પોતાનું ઘર ઠીક કરવા પર ધ્યાન આપે અને પોતાની જમીનથી નિકળનારા આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય અને પ્રામાણીક કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે, જ્યારે આતંકવાદની વાત આવે છે તો આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની શાખ જાણે છે. 

Corona મહામારી વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરલમાં સામે આવ્યા 13 કેસ

રવિવારે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફે આરોપ લગાવ્યો હતો કે લાહોરમાં હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા ધમાકા પાછળ ભારતનો હાથ છે. હાફિઝ સઈદ 2008 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને જમાન-ઉદ-દાવાનો પ્રમુખ છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news