#IndiaKaDNA : હરિયાણામાં આ વખતે ભાજપના વિરુદ્ધમાં છે જનાદેશ- દિપેન્દ્ર સિંહ હુડ્ડા

ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપ પોતાના ચૂંટણી પ્રચાર માટે સેનાનો ઉપયોગ કરે છે. દિપેન્દ્ર સિંહને જ્યારે પુછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી જ્યાં-જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં કોંગ્રેસનો પરાજય થાય છે તો તેનાઅંગે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ હરિયાણામાં જ્યાં-જ્યાં પ્રચાર કર્યો છે, એ સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. 

#IndiaKaDNA : હરિયાણામાં આ વખતે ભાજપના વિરુદ્ધમાં છે જનાદેશ- દિપેન્દ્ર સિંહ હુડ્ડા

નવી દિલ્હીઃ ZEE NEWSની #IndiaKaDNA કોન્ક્લેવમાં હરિયાણા કોંગ્રેસના નેતા દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, આ વખતે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનો જનાદેશ ભાજપના વિરુદ્ધમાં હતો. મનોહર સરકારના કામના કારણે લગભગ તમામ કેબિનેટ મંત્રીનો પરાજય થયો છે. અમે મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવીશું. 

ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપ પોતાના ચૂંટણી પ્રચાર માટે સેનાનો ઉપયોગ કરે છે. દિપેન્દ્ર સિંહને જ્યારે પુછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી જ્યાં-જ્યાં પ્રચાર કરવા જાય છે ત્યાં કોંગ્રેસનો પરાજય થાય છે તો તેનાઅંગે તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ હરિયાણામાં જ્યાં-જ્યાં પ્રચાર કર્યો છે, એ સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. 

મનીષ સિસોદિયા
ZEE NEWSની #IndiaKaDNA કોન્ક્લેવમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સોસિદિયાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું મુખ્ય કારણ ખેતીનો કચરો સળગાવવાનું પણ છે. જેના કારણે સ્કૂલો પણ બંધ કરવી પડે છે. જોકે, દિલ્હી સરકારની ઓડ-ઈવન ફોર્મ્યુલાથી પ્રદૂષણમાં ઘણો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં ટ્રક આવતા નથી, દિલ્હી ક્રોસ રોડ નથી, પેરીફેરલ સડકો છે. છેલ્લા 4 વર્ષમાં દિલ્હીમાં ગ્રીન કવર વધ્યું છે. 

સિસોદિયાએ જણાવ્યું કે, જો આજે આપણે જવાબદારી નહીં લઈએ તો ગાડીઓનું પ્રદૂષણ કેવી રીતે ઘટશે. જવાબદારી તો લેવી પડશે. દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા અંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સરકારી શાળાઓનું પ્રદર્શન અનુકરણીય થયું છે. ખાનગી સ્કૂલોની ફીમાં વધારો થવા નહીં દઈએ. 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ
ZEE NEWS ના #IndiaKaDNA કોન્ક્લેવમાં વ્હોટ્સએપની જાસૂસી મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકોની પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાને લઈને નકામા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 121 કરોડ મોબાઈલ છે, સતર્કતા રાખો, કઈંક ખોટું થશે તો કાર્યવાહી થશે. આતંકીઓની પ્રાઈવસી જરૂરી છે કે પછી તેમના પર કાર્યવાહી જરૂરી છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસ જણાવી શકી નથી કે 370 પર તેઓ શું વિચારે છે. રાફેલ પર રાહુલ ગાંધી ખરાબ રીતે પછડાયા છે. અમે જનતા માટે જવાબદાર છીએ, કોંગ્રેસ માટે નથી. 

મહેન્દ્રનાથ પાંડે
ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ કહ્યું કે મોદી સરકારે 2014માં કૌશલ વિકાસ મંત્રાલય બનાવ્યાં બાદ છેલ્લા પાંચ છ વર્ષોમાં સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં કૌશલ વિકાસ સંદર્ભે એક વાતાવરણ પેદા થયું છે. પહેલાની સરકારોએ કૌશલ વિકાસ પર ધ્યાન આપ્યું નહીં. મોદી સરકારમાં શહેરથી ગામ સુધી કૌશલ વિકાસને પ્રોત્સાહન મળ્યું. અયોધ્યા કેસ પર તેમણે કહ્યું કે તેનો ચુકાદો સમગ્ર દુનિયા માટે મહત્વનો રહેશે. યુપીના રાજકારણ પર તેમણે કહ્યું કે ત્યાં પહેલા અપરાધીઓને સંરક્ષણ મળતું હતું. પરંતુ યુપીમાં યોગી સરકાર આવ્યાં બાદ અપરાધ પર લગામ લાગી છે. હવે અપરાધીઓને સંરક્ષણ મળતું નથી. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ જાણતું નથી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે ક્યારેય એ નથી કહ્યું કે વિપક્ષનો કોઈ એમએલએ કે એમપી રહેવો જોઈએ નહીં. લોકતંત્રમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ બંનેની ભૂમિકા છે. તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષની યોજનાઓ અંગે વિપક્ષ કઈંક કહેવા માંગે તો ચર્ચા કરે પરંતુ ચર્ચાથી દૂર ન ભાગે. લોકતંત્રનો ફાયદો એમાં જ છે કે સત્તા અને વિપક્ષ પોત પોતાની રીતે આગળ વધે. સરકાર સારું કરે તો વિપક્ષ તેનું સમર્થન કરે અને જો સરકાર ખોટું કરે તો વિપક્ષ તેની ટીકા કરે. 

પ્રકાશ જાવડેકરે કહ્યું કે હાલ સમગ્ર દેશમાં એક્તાનો માહોલ છે. લોકોમાં મનમાં દેશને વિક્સિત કરવાનો જુસ્સો આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વખતે ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દિવાળીના ફટાકડા ઓછા ફૂટ્યા, જનતાની ભાગીદારીથી દેશ એક સારા મુકામ પર પહોંચે તેવી ભાવના વિક્સિત થઈ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news