#IndiaKaDNA: સરકાર લોકોના પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે: રવિશંકર પ્રસાદ

ZEE NEWS ના #IndiaKaDNA કોન્ક્લેવમાં વ્હોટ્સએપની જાસૂસી મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકોની પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાને લઈને નકામા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 121 કરોડ મોબાઈલ છે, સતર્કતા રાખો, કઈંક ખોટું થશે તો કાર્યવાહી થશે. આતંકીઓની પ્રાઈવસી જરૂરી છે કે પછી તેમના પર કાર્યવાહી જરૂરી છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસ જણાવી શકી નથી કે 370 પર તેઓ શું વિચારે છે. રાફેલ પર રાહુલ ગાંધી ખરાબ રીતે પછડાયા છે. અમે જનતા માટે જવાબદાર છીએ, કોંગ્રેસ માટે નથી. 
#IndiaKaDNA: સરકાર લોકોના પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે: રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: ZEE NEWS ના #IndiaKaDNA કોન્ક્લેવમાં વ્હોટ્સએપની જાસૂસી મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકોની પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાને લઈને નકામા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 121 કરોડ મોબાઈલ છે, સતર્કતા રાખો, કઈંક ખોટું થશે તો કાર્યવાહી થશે. આતંકીઓની પ્રાઈવસી જરૂરી છે કે પછી તેમના પર કાર્યવાહી જરૂરી છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસ જણાવી શકી નથી કે 370 પર તેઓ શું વિચારે છે. રાફેલ પર રાહુલ ગાંધી ખરાબ રીતે પછડાયા છે. અમે જનતા માટે જવાબદાર છીએ, કોંગ્રેસ માટે નથી. 

ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ કહ્યું કે મોદી સરકારે 2014માં કૌશલ વિકાસ મંત્રાલય બનાવ્યાં બાદ છેલ્લા પાંચ છ વર્ષોમાં સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં કૌશલ વિકાસ સંદર્ભે એક વાતાવરણ પેદા થયું છે. પહેલાની સરકારોએ કૌશલ વિકાસ પર ધ્યાન આપ્યું નહીં. મોદી સરકારમાં શહેરથી ગામ સુધી કૌશલ વિકાસને પ્રોત્સાહન મળ્યું. અયોધ્યા કેસ પર તેમણે કહ્યું કે તેનો ચુકાદો સમગ્ર દુનિયા માટે મહત્વનો રહેશે. યુપીના રાજકારણ પર તેમણે કહ્યું કે ત્યાં પહેલા અપરાધીઓને સંરક્ષણ મળતું હતું. પરંતુ યુપીમાં યોગી સરકાર આવ્યાં બાદ અપરાધ પર લગામ લાગી છે. હવે અપરાધીઓને સંરક્ષણ મળતું નથી. 

લોકસભા ચૂંટણીમાં સપા-બસપાની મિત્રતા પર તેમણે કહ્યું કે આ પક્ષ નવા ભારત અને તેમની સોચને સમજી શક્યા નથી. જાતીય સમીકરણો બેસાડીને હવે ચૂંટણી જીતી શકાય નહીં. આ સાથે જ તેમણે કહ્યું કે કલમ 370ને લઈને કોંગ્રેસમાં જ વિરોધાભાસ છે. કોંગ્રેસ હંમેશા દુવિધામાં રહે છે. રાષ્ટ્રવાદ કોઈ પાપ નથી. રાષ્ટ્રની વાત તાકાત આપે છે. યુપીમાં કોંગ્રેસની સ્થિતિ પર કહ્યું કે જ્યાં જ્યાં પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો ત્યાં કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ. 

 કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કહ્યું કે દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ જાણતું નથી. પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમે ક્યારેય એ નથી કહ્યું કે વિપક્ષનો કોઈ એમએલએ કે એમપી રહેવો જોઈએ નહીં. લોકતંત્રમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ બંનેની ભૂમિકા છે. 

તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષની યોજનાઓ અંગે વિપક્ષ કઈંક કહેવા માંગે તો ચર્ચા કરે પરંતુ ચર્ચાથી દૂર ન ભાગે. લોકતંત્રનો ફાયદો એમાં જ છે કે સત્તા અને વિપક્ષ પોત પોતાની રીતે આગળ વધે. સરકાર સારું કરે તો વિપક્ષ તેનું સમર્થન કરે અને જો સરકાર ખોટું કરે તો વિપક્ષ તેની ટીકા કરે. 

પ્રકાશ જાવડેકરે કહ્યું કે હાલ સમગ્ર દેશમાં એક્તાનો માહોલ છે. લોકોમાં મનમાં દેશને વિક્સિત કરવાનો જુસ્સો આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વખતે ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દિવાળીના ફટાકડા ઓછા ફૂટ્યા, જનતાની ભાગીદારીથી દેશ એક સારા મુકામ પર પહોંચે તેવી ભાવના વિક્સિત થઈ છે. 

જુઓ LIVE TV

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાશ્મીર એ જ છે જે ભારતમાં સામેલ થયું. કાશ્મીરની સંસ્કૃતિ બધાને સમાહિત કરનારી રહી છે. બધાને સાથે લઈને ચાલનારી છે. એ જ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખમાં જવા માટે કોઈના પર પ્રતિબંધ નથી. બે પૂર્વ મુખ્યમંત્રી અને કેટલાક નિર્ધારિત લોકો પર પ્રતિબંધ છે પરંતુ તે પણ વધુ દિવસ માટે નથી. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાશ્મીર એ જ છે જે ભારતમાં સામેલ થયું. કાશ્મીરની સંસ્કૃતિ બધાને સમાહિત કરનારી રહી છે. બધાને સાથે લઈને ચાલનારી છે. એ જ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખમાં જવા માટે કોઈના પર પ્રતિબંધ નથી. બે પૂર્વ મુખ્યમંત્રી અને કેટલાક નિર્ધારિત લોકો પર પ્રતિબંધ છે પરંતુ તે પણ વધુ દિવસ માટે નથી. 

હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019)માં નવી નવી બનેલી પાર્ટી જેજેપીના શાનદાર પ્રદર્શન પર ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ  કહ્યું કે 3 મહિનાની કડક મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી. ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરીને સત્તામાં આવ્યાં  બાદ ડેપ્યુટી સીએમ બનેલા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે અમે હરિયાણાના હિતો માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું. 

ચૌધરી દેવીલાલના વારસા સંબંધે તેમણે કહ્યું કે વારસો કોઈ વહીખાતા નથી, અમે જનતાના આશીર્વાદથી જીત્યાં. આ વારસો દુષ્યંતને સોંપાયો નહતો, અજય ચૌટાલાને સોંપાયો હતો. હરિયાણાના કેટલાક રાજકીય જૂથો અમને બદનામ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં  ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાને લઈને મચેલા સંગ્રામને ધ્યાનમાં રાખીને સંજય રાઉતે કહ્યું કે શિવસેનામાં કોઈ દુષ્યંતના પિતા જેલમાં નથી. જેના પર ટિપ્પણી કરતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે ચલો એનાથી ખબર તો પડે છે કે આ બહાને સંજય રાઉતને મારું નામ તો ખબર પડી ગઈ. બની શકે કે તે અગાઉ તેમને ખબર ન હોય કે હું લોકસભાનો સભ્ય પણ રહ્યો છું. જેલમાં બંધ પિતાના કારણે ભાજપ સાથે ડીલ સંબંધે તેમણે કહ્યું કે મારા પિતાની સજા 2020માં પૂરી થઈ રહી છે. તેમને ફરલો મળવા ઉપર પણ સવાલ ઉઠ્યા જ્યારે તે તો કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે. 

આ અગાઉ 31 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરવાની પૃષ્ઠભૂમિમાં ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં જનરલ (રિટાયર્ડ) વી કે સિંહે પોતાનો એક કિસ્સો સંભળાવતા કહ્યું કે જ્યારે હું પહેલીવાર કાશ્મીર ગયો ત્યારે 10 વર્ષનો હતો. કાશ્મીરના લોકો પૂછતા હતાં કે શું તમે ઈન્ડિયાથી આવ્યા છો? આ અંગે જ્યારે પિતાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હકીકતમાં કલમ 370 લાગુ થયા બાદથી અહીંના લોકોમાં એક એવી ભાવના પેદા થઈ છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે આર્ટિકલ 370 ખતમ થવી ખુબ જરૂરી છે. 

આ આર્ટિકલના કારણે કાશ્મીરના લોકો પોતાની જાતને ભારત સાથે જોડતા નહતાં. હવે આ આર્ટિકલ હટવાના મુદ્દે તેમણે કહ્યું કે કોઈ દેશપ્રેમી 370 હટવાનો વિરોધ નહીં કરે. કેટલાક લોકો ફક્ત પોતાની પાર્ટીનો સ્વાર્થ જુએ છે. પાકિસ્તાન માટે કાશ્મીર મોટો મુદ્દો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news