9 વર્ષ સુધી રાહ જોયા બાદ હવે જવાનોને મળશે બુલેટપ્રૂફ જેકેટ

રક્ષા મંત્રાલયે 639 કરોડ રૂપિયાના ખર્ચથી 1.86 લાખ બુલેટપ્રૂફ જેકેટની ખરીદી માટે દેશની એક રક્ષા કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 

9 વર્ષ સુધી રાહ જોયા બાદ હવે જવાનોને મળશે બુલેટપ્રૂફ જેકેટ

નવી દિલ્હીઃ 2009માં ભારતીય સેનાએ પ્રથમવાર પોતાના જવાનો માટે સરકાર પાસેથી 1.86 લાખ બુલેટપ્રૂફ જેકેટ આપવાની વિનંતી કરી હતી. તેના 9 વર્ષ બાદ નિર્ણય લેતા રક્ષા મંત્રાલયે 639 કરોડ રૂપિયાના ખર્ચથી 1.86 લાખ જેકેટ ખરીદવા માટે દેશની એક રક્ષા કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મેન ઈન ઈન્ડિયા કોન્ટ્રાક્ટ હેઠળ આ કરાર સ્વદેશી રક્ષા ઉત્પાદન એસએમપીપી પ્રાઇવેટ લિમિટેડને મળ્યો છે. આ કંપની દિલ્હીની છે અને ઓખલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં તેનું રિસર્ચ એન્ડ ડેવલોરમેન્ટ સેન્ટર છે. 

આ સંબંધમાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, કરારને સફળ ફીલ્ડ પરીક્ષણો બાદ અંતિમ રૂપ આપવામાં આવ્યું. મંત્રાલયે કહ્યું, 1,86,138 બુલેટપ્રૂફ જેકેટોની ખરીદા માટે નાણા ખરીદના માધ્યમથી એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું કે, નવા બુલેટપ્રૂફ જેકેટ યુદ્ધમાં સૈનિકને 360 ડિગ્રી સુરક્ષા આપશે જેમાં હાર્ડ સ્ટીલ કોર બુલેટની સુરક્ષા પણ સામેલ છે. 

639 કરોડનો કોન્ટ્રાક્ટ
એસએમપીપીને 639 કરોડના આ કોન્ટ્રાક્ટ સાથે અત્યાર સુધીનો મોટો ઓર્ડર મળ્યો છે. આ કંપનીએ ત્રણ વર્ષની અંદર આ ઓર્ડરની ડિલેવરી કરવાની છે. કંપનીએ ઓર્ડર મળ્યા બાદ એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેનું જેકેટ ભારતીય સેના દ્વારા નક્કી કરાયેલા કડક માપદંડ અનુરૂપ છે. કંપનીએ કહ્યું, આ બુલેટપ્રૂફ જેકેટોમાં બોરોન કાર્બાઇટ સિરેમિક છે જે બૈલિસ્ટિક સુરક્ષાનું સૌથી હલવું મટિરિયલ છે. 

સેનાએ આ સંબંધમાં કહ્યું કે, આ જેકેટોથી જવાનોને સારી સુરક્ષા પ્રાપ્ત થશે. આ સાથે તેને દારણ કર્યા બાદ લાંબાગાળાનું પેટ્રોલિંગની સાથે સંવેદનશિલ વિસ્તારમાં જવાનોને ઓપરેશનમાં મુશ્કેલી નહીં પડે. આ જેકેટોને તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે, તેના પર આધુનિક સ્ટીલ કોર બુલેટની પણ અસર નહીં થાય. આ પ્રમાણે તે જવાનોની સુરક્ષાના માધ્યમથી ખૂબ ઉપયોગી છે. 

2009માં કરી હતી માંગ
2009માં સેનાના બુલેટપ્રૂફ જેકેટની માંગને સરકારે સ્વીકાર કરી હતી પરંતુ કોઈ વેન્ટર સેનાના પરીક્ષણમાં સફળ ન થતા વાત અટકી ગઈ હતી. આ સમયે ચાર વેન્ડર હતા, જેમાં માત્ર એક વેન્ડર સેનાના પ્રથમ રાઉન્ડને પાર કરી શક્યો. જે ઉત્પાદકે પ્રથમ ચરણને પાર કર્યો તે બીજા ચરણમાં ફેલ થઈ ગયો. ત્યારબાદ સેનાની જરૂરીયાતોને જોતા સરકારે વચગાળાની આપાત વ્યવસ્થા મુજબ માર્ચ 2016માં 50 હરાજ બુલેટપ્રૂફ જેકેટોની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ જેકેટ જૂની સ્ટાઇલના હતા અને સેનાની હાલની જરૂરીયાતને અનુકૂળ ન હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news