Indian Railway: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે બદલાઈ ગયા નિયમો, હવે નહીં ચાલે આવી ભૂલ
Indian Railway New Rules: શું તમે પણ નિયમિત રેલવેની મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. જો હવે ટ્રેનની મુસાફરી દરમિયાન તમે આવી ભૂલ કરશો તો આ ભૂલ તમને ભારે પડી શકે છે.
Trending Photos
Indian Railway New Ticket Rules: ભારતીય રેલવે દ્વારા મુસાફરોને કોઈ મુશ્કેલીઓ ન પડે એ આશયથી સમયાંતરે નિયમોમાં ફેરફાર કરીને નવા સુધારા કરવામાં આવતા હોય છે. આવો જ એક બદલાવ હાલમાં પણ કરવામાં આવ્યો છે. જેની સીધી અસર દેશભરના લાખો મુસાફરોને થશે જેઓ રેલવેમાં મુસાફરી કરે છે. શું તમે પણ રેલવેમાં મુસાફરી કરો છો? તો તમારા માટે પણ આ વાત જાણવી ખુબ જ જરૂરી છે.
ભારત સરકારના રેલવે વિભાગ દ્વારા નિયમોમાં શું ફેરફાર કરાયો છે જાણીએ...ભારત સરકાર દ્વારા રેલવે વિભાગમાં જે ફેરફાર કરાયો છે એ અંતર્ગત હવે ટ્રેનની મુસાફરી દરમિયાન તમારી સીટ સુધી પહોંચવામાં વિલંબ તમને મોંઘો પડી શકે છે. આ કારણે તમારી ટિકિટ પણ કેન્સલ થઈ શકે છે. જાણો વિગતવાર...જો ટ્રેન દોડ્યાની 10 મિનિટ પછી પણ તમે સીટ સુધી ન પહોંચો તો શું ટિકિટ રદ થશે? જાણો રેલ્વેના નવા નિયમો.
ભારતીય રેલ્વે નવીનતમ અપડેટ્સ: શહેરોમાં ટ્રાફિક જામની વધતી જતી સમસ્યા અને પરિવહનમાં લાગતા સમયને લીધે, ઘણી વખત લોકો ટ્રેન ઉપડતી હોય એવા સમયે કે પછી ટ્રેન એકવાર ઉપડી જાય ત્યારે તેની પાછળ દોડતા દોડતા ચાલતી ટ્રેન પકડતા હોય છે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી, જો પેસેન્જર એક કે બે સ્ટેશન પછી પણ ટ્રેનમાં તેની બર્થ પર પહોંચતો હતો, તો TTE તેની હાજરીને માર્ક કરતો હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પેસેન્જર ટ્રેનમાં ચઢવામાં 10 મિનિટથી વધુ મોડું થશે તો તેની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવશે અને સીટ અન્ય પેસેન્જરને આપવામાં આવશે. શું આ ઓર્ડર ખરેખર સાચો છે કે માત્ર એક અફવા, ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
મોડુ કરશો તો કેન્સલ થશે ટિકિટઃ
રિપોર્ટ અનુસાર, હવે ટિકિટ બુક કરાવ્યા બાદ મુસાફરોએ તેમના બોર્ડિંગ સ્ટેશનથી જ ટ્રેનમાં ચઢીને તેમની સીટ પર પહોંચવું પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમની ટિકિટ કેન્સલ કરીને અન્ય મુસાફરોને આપી શકાય છે. જો કે ઘણી વખત ટીટીઈ ભીડમાં અટવાઈ જાય તો પેસેન્જરની સીટ સુધી પહોંચવામાં મોડું થઈ શકે છે. આવી સ્થિતિમાં પેસેન્જરને થોડો વધારાનો સમય મળી શકે છે, પરંતુ આમ કરવાથી જોખમથી મુક્ત નહીં થાય. તેથી, જ્યાં બેઠક છે, ત્યાં સમયસર પહોંચવું વધુ સારું રહેશે.
હવે ઓનલાઈન દાખલ કરાઈ છે વિગતોઃ
અત્યાર સુધી TTE પેપર લિસ્ટમાં તેમની સાથે હાજર મુસાફરોની હાજરીને માર્ક કરતા હતા. આ પ્રક્રિયામાં, તે પેસેન્જરના આગલા સ્ટેશન સુધી રાહ જોતો હતો. પરંતુ હવે તેને હેન્ડ હેલ્ડ ટર્મિનલ આપવામાં આવ્યું છે. જેના દ્વારા તે મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને તેમના આગમન કે નહીં તેની વિગતો ભરે છે. આ સાથે તેની વિગતો પણ ભારતીય રેલ્વેના રેકોર્ડમાં નોંધાયેલી છે.
TTE માત્ર 10 મિનિટ રાહ જોશે!
એક દૈનિક અખબારના અહેવાલ મુજબ, હવે મુસાફરને તે સ્ટેશનથી જ ટ્રેનમાં ચઢવું પડશે જ્યાંથી તેણે મુસાફરી શરૂ કરવી હોય. TTE ચેક દરમિયાન જો કોઈ પેસેન્જર તેની સીટ પર ન મળે, તો તે 10 મિનિટ સુધી તેની રાહ જોશે. આ પછી, તેની ગેરહાજરી રેકોર્ડમાં નોંધવામાં આવશે. આ સાથે, તે રદ કરાયેલ સીટ ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોને ફાળવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે