રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે જનરલ કોચમાં માત્ર 20 રૂપિયામાં મળશે ભોજન

Indian Railways: ટ્રેનમાં મુસાફરોને જનરલ કોચમાં સાવ સસ્તામાં ભોજનની વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાલ 100 સ્ટેશનોના આશરે 150 કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે.

રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે જનરલ કોચમાં માત્ર 20 રૂપિયામાં મળશે ભોજન

Indian Railways: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખુબ જ અગત્યના છે. કારણકે, આ સમાચાર જાણવાથી તેમના ખિસ્સાને મોટો ફાયદો થશે. હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નાસ્તા-પાણી માટે કે જમવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમારા માટે કરવામાં આવી છે સાવ સસ્તામાં સારી વ્યવસ્થા. માત્ર 20 રૂપિયામાં તમને મળશે પેટ ભરીને ભોજન.

રેલવેએ દેશભરના પસંદગીના વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દેશના 100 સ્ટેશનોના લગભગ 150 કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં, આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે.

પાણી માત્ર ત્રણ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાંફા મારવાની જરૂર રહેશે નહીં. આ માટે IRCTC દ્વારા નિયુક્ત વિક્રેતાઓ તેમનાં કાઉન્ટર પર સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પોસાય તેવા દરે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવશે.

સરળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે, ભોજન અને પાણી પ્લેટફોર્મ પર અનરિઝર્વ કોચ (સામાન્ય વર્ગના કોચ) નજીક સ્થિત કાઉન્ટર્સ પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુસાફરો આ કાઉન્ટર પરથી ભોજન સીધું ખરીદી શકે છે. તેમણે વિક્રેતાઓને શોધવાની કે સ્ટેશનની બહાર જવાની જરૂર નહીં પડે. પોષણક્ષમ દરે ઉપલબ્ધ ભોજનની બે કેટેગરી રાખવામાં આવી છે. ઈકોનોમી મીલ ₹20માં અને કોમ્બો મીલ 50 રૂપિયામાં આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news