PM મોદીએ મન કી બાતમાં ભારતની કઈ નદીના કર્યા વખાણ? ફોટા જોઈ ફરવા જવાનું થશે મન!

INDIAS CLEANEST RIVER: કાચ જેવી સાફ છે આ ભારતની અતિ સુંદર નદી, નદીનું પાણી એટલું સ્વચ્છ કે પોતાનું પ્રતિબિંબ જોઈ શકો. આ તસવીરો બાલી કે થાયલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, ફોટા જોઈ મંત્રમુગ્ધ થઈ જશો.

PM મોદીએ મન કી બાતમાં ભારતની કઈ નદીના કર્યા વખાણ? ફોટા જોઈ ફરવા જવાનું થશે મન!

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ આજે મનકી બાતમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી. જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભારતની એક નદીના ખુબ જ વખાણ કર્યાં. અને એ નદીનું નામ છે, મેઘાયલમાં આવેલી ઉમનગોત નદી. આ નદીનું પાણી એટલું સ્વચ્છ છેકે, તેમાં તમે તમારું પ્રતિબિંબ પણ જોઈ શકો છો. આ નદીની વાત કરીને પીએમ મોદીએ આજે તેના ખુબ જ વખાણ કર્યા હતા. કાચ જેવી સાફ છે આ ભારતની અતિ સુંદર નદી, નદીનું પાણી એટલું સ્વચ્છ કે પોતાનું પ્રતિબિંબ જોઈ શકો. આ તસવીરો બાલી કે થાયલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, ફોટા જોઈ મંત્રમુગ્ધ થઈ જશો.

No description available.

આજના સમયમાં દુનિયાની મોટાભાગની નદીઓ પ્રદૂષિત જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતની નદીઓની હાલત બહુ ખરાબ છે. જો કે આપણા ભારતમાં છે એક ખુબ જ સ્વચ્છ પાણી ધરાવતી નદી. મેઘાલયમાં આવેલી ઉમનગોત નદીને સાફ નદીનું ટેગ આપવામાં આવ્યું છે. નદી એટલી સાફ છે કે હોળી પર સવાર થતાં એવું લાગે કે કાચ પર હોળી ચાલી રહી છે.

No description available.

મેઘાલયમાં આવેલી ઉમનગોત નદી ભારતની એકદમ સાફ અને સ્વચ્છ નદી છે. આ નદીમાં રહેલું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લીયર છે. આ નદી ડૌકીના નામે પ્રસિદ્ધ છે. પ્રવાસીઓએ શેર કરેલી તસ્વીરથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ. જેમાં લોકો તો પહેલા આ નદી બાલી અથવા થાયલેન્ડની હોવાનું જણાવી રહ્યાં હતા. જો કે તસ્વીર શેર કરનારે જણાવ્યું કે આ નદી ભારતના મેઘાલયમાં આવેલી ડૌકી નદી છે. આ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા એશિયાના સૌથી સ્વચ્છ મોયલનનોંગ ગામથી પસાર થાય છે. આ નદી બાંગ્લાદેશમાં વહેતા પહેલા જ્યન્તિયા અને ખાસી હિલ્સ વચ્ચેથી પસાર થાય છે.

No description available.

તસ્વીરમાં જોઈ શકાય છે કે નદી એટલી સાફ છે કે પાણીની અંદર રહેલી જીવ સૃષ્ટિ તેમજ પથ્થરો સાફ જોઈ શકાય છે. નદીની અંદર આવેલી માછલીઓ અને મોતી જેવા નાના પથ્થરો સાફ જોઈ શકાય છે. આ સાફ નદીના આહલાદક દ્રશ્યો એટલા સુંદર છે કે કોઈ પણ વ્યક્તિનું મન પ્રકુલ્લિત થઈ જાય તેમજ પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ થાય છે. નવેમ્બરથી એપ્રિલ મહિનામાં અહીંનું વાતાવરણ માણવાલાયક છે.

No description available.

બીજી ખાસ વાત એ છે કે નદીમાં ખુબ મોટી સંખ્યામાં સુંદર માછલીઓ છે. ઠંડીની ઋતુમાં આ માછલીઓ વધુ સુંદર દર્શાય છે. અહીં આવતા દરેક પ્રવાસીઓને કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ગંદકી કરે નહીં. જો કોઈ પ્રવાસી ગંદકી ફેલાવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. 2003માં મોયલનગોંગ ગામને ગોડ્સ ઓફ ગાર્ડનનો દરજ્જો મળ્યો હતો. અહીં નદીની સાફ સફાઈ સિવાય વધુ એક વસ્તુ પર લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે. એ છે કે અહીં 100 ટકા સાક્ષરતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news