ટ્રેન મોડી પડે તે માટે કરશો પ્રાર્થના: રેલવે વિભાગની અનોખી પહેલ !
Trending Photos
નવી દિલ્હી : રેલવે સ્ટેશન પર હવે ટ્રેનની રાહ જોવી હવે બોરિંગ નહી રહે, પણ કદાચ એવું પણ બને કે તમે ટ્રેન લેટ પડે તેની પ્રાર્થના કરો. તેના માટે ભારતીય રેલવે પોતાના યાત્રીઓ માટે ફન જોન (Fun Zone) ની ભેટ આપવા જઇ રહ્યું છે. આ જોનમાં બાળકોને રમવા માટે અલગ અલગ ગેમ્સ ની સુવિધા પણ આપવામાં આવશે. જેથી બાળકો ગેમ રમીને આનંદ કરી શકશે.
પોલીસે દંડ ફટકારતા ગુસ્સે ભરાયેલા યુવકે રોડ વચ્ચે બાઇકને આગ ચાંપી દીધી !
ભારતીય રેલવે દ્વારા અનોકી પહેલ કરતા વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર -1 પર દેશનું પહેલુ ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યું છે. આ ગેમિંગ ઝોનમાં બાળકો સાથે સાથે મોટા લોકો માટે પણ ફન એક્ટિવિટીઝનાં સાધન રહેલા છે. આ ગેમિંગ ઝોન્સને WALTAIR DIVISION ની પહેલ બાદ બનાવવામાં આવ્યું છે.
પી. ચિદમ્બરમને તિહાડમાં નહી મળે કોઇ VIP સેવા, 5 રોટલી અને શાક અપાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેન વારંવાર લેટ થતી હોય છે. ત્યારે હાજર લોકો માટે સમય પસાર કરવો ખુબ જ મુશ્કેલ થાય છે. રેલવે વિભાગ દ્વારા તમામ ટ્રેનનું સંચાલન સમયસર થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે તેમ છતા પણ ટ્રેનનાં નિયમિત શેડ્યુલમાં મોડુ થાય તો સમય કંટાળાજનક ન થાય તે માટે રેલવે વિભાગ દ્વારા ગેમિગ ઝોનની અનોખી પહેલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે