ગગનયાનને ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં મોકલવામાં આવશે: ઈસરો
Trending Photos
બેંગ્લુરુ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ કે. સિવને આજે ગગનયાન મિશન અંગે જાહેરાત કરતા કહ્યું કે આ અભિયાનની તૈયારીઓ થઈ રહી છે. આ મિશન ઈસરોના ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમાં બે માનવરહિત મિશન ક્રમશ ડિસેમ્બર 2020 અને જુલાઈ 20121માં મોકલવામાં આવશે. અંતરિક્ષમાં માનવયુક્ત મિશન માટે ડિસેમ્બર 2021ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ સાથે તેમણે કહ્યું કે ગગનયાન અભિયાનની શરૂઆતની તૈયારીઓ ભારતમાં કરવામાં આવશે અને એડવાન્સ ટ્રેનિંગ રશિયામાં થઈ શકે છે. મહિલા અંતરિક્ષયાત્રી પણ ટીમમાં સામેલ થશે. આ કડીમાં છ રિસર્ચ કેન્દ્ર દેશભરમાં વિક્સિત કરવામાં આવશે. અમે ભારતીય વિદ્યાર્થીઓને ઈસરોમાં કામ કરવાની તક આપીશું. આવામાં તેમણે નાસા જવાની જરૂર નહીં પડે.
આ સાથે જ તેમણે કહ્યું કે ભારતના બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2ને આ વર્ષ મધ્ય એપ્રિલમાં લોન્ચ કરવાની યોજના છે. ઈસરોએ આ અગાઉ કહ્યું હતું કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ આ વર્ષે જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે.
800 કરોડ રૂપિયાના ખર્ચાવાળુ આ અભિયન લગભગ 10 વર્ષ પહેલા લોન્ચ કરાયેલા ચંદ્રયાન-1ની શ્રેણી છે. સિવને અહીં પત્રકારોને જણાવ્યું કે જ્યાં સુધી ચંદ્રયાન-2ના લોન્ચની વાત છે તો તે માટે 25 માર્ચથી મધ્ય એપ્રિલનો સમય નક્કી કરાયો છે. સંભવત: આ મધ્ય એપ્રિલમાં પ્રક્ષેપિત કરવાનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું કે અંતરિક્ષ એજન્સીએ આ અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આ માટે યોજના બનાવી હતી. પરંતુ કેટલાક પરીક્ષણો નહીં થઈ શકવાના કારણે તે શક્ય ન બન્યું. ઈસરો પ્રમુખે કહ્યું કે ફેબ્રુઆરીનો લક્ષ્ય ચૂકી ગયા બાદ આગામી ઉપલબ્ધ લક્ષ્ય એપ્રિલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે