ભારતનું નવેમ્બર મહિનાનું ઔદ્યોગિક ઉત્પાદન 19 મહિનાનામાં સૌથી નીચું

એપ્રિલથી નવેમ્બર 2018ના ગાળામાં અગાઉના વર્ષની સરખામણીએ સંચયી વૃદ્ધિ 5.0 ટકા નોંધાઈ છે 
 

ભારતનું નવેમ્બર મહિનાનું ઔદ્યોગિક ઉત્પાદન 19 મહિનાનામાં સૌથી નીચું

નવી દિલ્હીઃ ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બર મહિનામાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન 8.1 ટકા નોંધાયું હતું. ઉત્પાદન ક્ષેત્ર, ખાણ ઉદ્યોગ, કેપિટલ ગૂડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આ ઘટાડ નોંધાયો છે. 

એપ્રિલથી નવેમ્બર-2018ના ગાળામાં સંચયી વૃદ્ધિ ગત વર્ષની સરખામણીએ 5.0 ટકા વધારે રહી છે. ઓક્ટોબર, 2018માં ભારતનો વિકાસદર 8.1 ટકાથી વધીને 8.4 ટકા નોંદાયો હતો. 

ખાણ ઉદ્યોગ, ઉત્પાદન અને ઈલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં નવેમ્બર, 2018માં ઔદ્યોગિક ઉત્પાદનમાં અનુક્રમે 110.6, 127.2 અને 147.2 રહ્યું હતું. નવેમ્બર 2017ની સરખામણીએ તેનો વિકાસ દર 2.7 (-0.4) ટકા અને 5.1 ટકા રહ્યો હતો. એપ્રિલથી નવેમ્બર 2018માં આ ક્ષેત્રોમાં સંચયી વૃદ્ધિ વર્ષ 2017ની સરખામણીએ અનુક્રમે 3.7 ટકા, 5.0 ટકા અને 6.6 ટકા રહી હતી. 

નવેમ્બર, 2018માં ઉત્પાદન ક્ષેત્રના પ્રમુખ 23 ઉદ્યોગોમાંથી માત્ર 10 ઉદ્યોગોએ જ પોઝિટિવ ગ્રોથ બતાવ્યો હતો. તૈયાર કાપડના ઉત્પાદન ઉદ્યોગે સૌથી વધુ 22.1 ટકાની વૃદ્ધિ કરી હતી. તેના પછી લાકડા અને લાકડાંની બનાવટોના ઉત્પાદનમાં 7.6 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. સ્ટ્રો અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગમાં 7.4 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

તેની સામે ફેબ્રિકેટેડ મેટલ પ્રોડ્ક્ટ્સ મશીનરી અને સાધનો સિવાયના ઉત્પાદન ક્ષેત્રમાં (-)13.4 ટકા, ઈકેલ્ટ્રિકલ સાધનોના ઉત્પાદનમાં (-)9.6 ટકા અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોમાં (-)7.3 ટકાનો નકારાત્મક વિકાસ જોવા મળ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news