આ છે ભારતનું નવું હથિયાર : સેકંડોમાં જ હવામાં તોડી પાડશે દુશ્મનની મિસાઇલ

આ મિસાઇલ સાવ ઓછી ઉંચાઈથી આવી રહેલી કોઈપણ બેલિસ્ટિક મિસાઇલને વચ્ચેથી જ તોડી પાડવા માટે સક્ષમ છે

આ છે ભારતનું નવું હથિયાર : સેકંડોમાં જ હવામાં તોડી પાડશે દુશ્મનની મિસાઇલ

બાલેશ્વર (ઓડિસા) : ભારતે સ્વદેશી રીતે વિકસાવેલી એડવાન્સ્ડ એર ડિફેન્સ્ (એએડી) સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ઓડિસાના એક પરિક્ષણ કેન્દ્રમાંથી શુક્રવારે સફળ પરિક્ષણ કર્યુ છે. આ મિસાઇલ સાવ ઓછી ઉંચાઈથી આવી રહેલી કોઈપણ બેલિસ્ટિક મિસાઇલને વચ્ચેથી જ તોડી પાડવા માટે સક્ષમ છે. આ વર્ષે ત્રીજું સુપરસોનિક ઇન્ટરસેપ્ટર પરિક્ષણ છે. આની મદદથી ધરતીના વાતાવરણથી 30 કિલોમીટર ઉંચાઈના અંતરથી આવી રહેલી મિસાઇલને પણ ટાર્ગેટ બનાવીને એને નષ્ટ કરી શકાય છે. 

આ પરિક્ષણ પછી રક્ષા સુત્રોએ જણાવ્યું છે કે આ એક મોટી સફળતા છે. આ પહેલાં 11 ફેબ્રુઆરી અને 1 માર્ચ, 2017ના દિવસે બે પરિક્ષણ કરવામાં આવ્યા હતા. આ બહુસ્તરીય બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટ્મનો હવે એક હિસ્સો છે. 

મિસાઇલની ખાસ વાત

  • મિસાઇલની લંબાઈ 7.5 મીટર છે
  • આ સિંગલ સ્ટેજ રોકેટ ગાઇડેડ મિસાઇલ છે
  • નેવિગેશન પ્રણાલિથી સુસજ્જ
  • આ મિસાઇલ ઉચ્ચકક્ષાની કોમ્પ્યૂટર તેમજ ઇલેક્ટ્રો મિકેનિકલ પ્રોજેક્ટથી સજ્જ છે
  • આ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પોતાનું મોબાઇલ લોન્ચર, સુરક્ષિત ડેટા લિંક, સ્વતંત્ર ટેકિંગ અને રડાર છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news