આ છે દુનિયાનો સૌથી નાનો મોબાઇલ ફોન, ફિચર્સ અને કિંમત સાંભળીને લાગશે આંચકો

દુનિયાનો સૌથી નાનો ફોન માત્ર અંગુઠા જેટલો જ છે અને એને મુઠ્ઠીમાં સંતાડી શકાય છે

આ છે દુનિયાનો સૌથી નાનો મોબાઇલ ફોન, ફિચર્સ અને કિંમત સાંભળીને લાગશે આંચકો

નવી દિલ્હી : મોબાઇલ ફોન બનાવતી કંપનીમાં હાલમાં જ્યારે મોટા સ્માર્ટફોન બનાવવાનો ટ્રેન્ડ છે ત્યારે દુનિયાની એક કંપનીએ સૌથી નાનો મોબાઇલ ફોન બનાવ્યો છે. દુનિયાનો સૌથી નાનો ફોન માત્ર અંગુઠા જેટલો જ છે. આ ફોન માત્ર 1.82 ઇંચનો છે અને એનું વજન 13 ગ્રામ છે. ઝેનકો કંપનીનો આ સૌથી નાનો ફોન 2જી નેટવર્ક પર ચાલે છે. આ ફોનને મુઠ્ઠીમાં સંતાડી શકાય છે. આ ફોન નાનો નથી પણ એટલો પાતળો પણ છે કે એની પાસે એક રૂ.નો સિક્કો પણ થોડો જાડો લાગે છે. 

આ ફોનનું નામ ઝેનકો ટિની ટી1 છે. આ બેટરી એકદમ દમદાર છે. બેટરી ત્રણ દિવસના સ્ટેન્ડબાય બેકઅપ અને 180 મિનિટનો ટોકટાઇમ આપે છે. જોકે, આ ફોનમાં પણ સ્માર્ટફોનની જેમ નેનો સીમ પણ લાગે છે. આ ફોનમાં 300 લોકોના નંબર સેવ કરી શકાય છે. આમાં 50થી વધારે મેસેજ સ્ટોર કરવામાં આવે છે. ફોનમાં 32જીબી રેમ અને 32 જીબી રોમ દેવામાં આવી છે. આ ફોનમાં માઇક્રો USB ચાર્જર પણ આપવામાં આવે છે. 

આ મોબાઇલ ફોનની કિંમત 30 યુરો એટલે કે લગભગ 2,280 રૂ. છે. કંપની આ ફોનને દુનિયાના તમામ દેશોમાં વેચશે. જોકે ફોનની શિપિંગ મે, 2018થી શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news