ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 9 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી

વાસણા સોગઢી ગામે નદીમાં 9 યુવાનો ડૂબ્યા છે. મેશ્વો નદીમાં એક સાથે આટલા લોકો ડૂબતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે 3 યુવકોની લાશ બહાર કાઢી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ સાથે શોધખોળ આદરી છે.

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના! 9 યુવાનો પાણીમાં ડૂબ્યા, અફરાતફરી મચી

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં ગણેશ વિસર્જનનો સમય ચાલી રહ્યો છે, જેના કારણે નદી-તળાવોમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પાટણમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી હતી, હવે ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના ઘટી છે. 

વાસણા સોગઢી ગામે નદીમાં 9 યુવાનો ડૂબ્યા છે. મેશ્વો નદીમાં એક સાથે આટલા લોકો ડૂબતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગે 3 યુવકોની લાશ બહાર કાઢી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ સાથે શોધખોળ આદરી છે. 9 યુવાનો ડૂબવાની ઘટનાથી લોકોના ટોળા ઉમટ્યાં છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 9 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 9 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 3 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, બુધવારે પાટણમાં પણ મોટી દુર્ઘટના ઘટી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news