IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર મુકાબલો જોવા માટે ચાહકો આતુર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા તણાવ બાદ એવું માનવામાં આવતું હતું કે તેની અસર મેદાન પર પડશે. જોકે, હવે ચાહકો માટે સારા સમાચાર છે, કારણ કે ભારત-પાકિસ્તાનની ટીમો હોકીના મેદાન પર એકબીજા સામે ટકરાવવા જઈ રહી છે.
ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત... ભારત અને પાકિસ્તાનની ટીમ જ્યારે મેદાન પર હોય ત્યારે ચાહકોમાં એક અનોખો ઉત્સાહ જોવા જેવો છે. આગામી 24 કલાકમાં કંઈક આવું જ જોવા મળશે. હા, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમતના મેદાન પર જંગ જામશે.