3 દિવસીય ભારતના પ્રવાસે આવશે ઇરાનના રાષ્ટ્રપતિ, વેસ્ટ એશિયા પોલિસી પર થશે વાત!

ઇરાનના રાષ્ટ્રપતિની યાત્રાની જાહેરાત કરતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે રોહાની અને વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્રિપક્ષીય સંબંધોમાં હાંસલ કરવામાં આવેલી પ્રગતિની સમીક્ષા કરશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં વડાપ્રધાનમંત્રી મોદી વર્ષ 2016માં ઇરાનની યાત્રા પર ગયા હતા. 

3 દિવસીય ભારતના પ્રવાસે આવશે ઇરાનના રાષ્ટ્રપતિ, વેસ્ટ એશિયા પોલિસી પર થશે વાત!

નવી દિલ્હી: ઇરાનના રાષ્ટ્રપતિ હસન રોહાની ગુરૂવારે ત્રણ દિવસની યાત્રા પર ભારત આવી રહ્યાં છે. રોહાનીની આ ભારત યાત્રા બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોહાની યાત્રા દરમિયાન ભારત અને ઇરાન 'પરસ્પર હિત'ના ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઇરાનના રાષ્ટ્રપતિની યાત્રાની જાહેરાત કરતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે રોહાની અને વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્રિપક્ષીય સંબંધોમાં પ્રાપ્ત થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં વડાપ્રધાન નરેંદ્ર મોદી 2016માં ઇરાનની યાત્રા પર ગયા હતા. 

વેસ્ટ એશિયા પોલિસી પર નજર
ઇરની રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન ભારતની નજર વેસ્ટ એશિયા પોલિસી પર છે. તમને જણાવી દઇએ કે પોતાની વેસ્ટ ઇશિયા પોલિસીના હેઠળ ઇરાનને મુખ્ય સાથી બનાવવા માંગે છે. ઇરાનમાં જે ચાબહર પોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે ભારત જ કરાવી રહ્યું છે. નરેંદ્ર મોદી 2016માં ઇરાન યાત્રા દરમિયાન લગભગ એક ડઝનથી વધુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઇરાન વચ્ચે મજબૂત આર્થિક અને વાણિજ્યિક સંબંધ છે. વિદેશ મંત્રાલયના અનુસાર ભારત અને ઇરાન વચ્ચે દ્રિપક્ષીય વ્યાપાર 2016-17માં 12.89 અરબ ડોલરનો હતો. 

5 વર્ષ બાદ ઇરાની રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ 
હૈદરાબાદમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રોહાની ગુરૂવારે બેગમપેટ હવાઇ મથક પર પહોંચશે અને પછી મુસ્લિમ બુદ્ધિજીવીઓ, વિદ્વાનો તથા ધર્મગુરૂઓને સંબોધિત કરશે. ઓગસ્ટ 2013માં ઇરાનના રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યા બાદ રોહાનીની પહેલી ભારત યાત્રા હશે. મંત્રાલયે એક વિજ્ઞપ્તિમાં કહ્યું, 'ઇરાનના રાષ્ટ્રપતિની આગામી યાત્રા દરમિયાન બંને પક્ષ દ્રિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના ક્ષેત્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન પણ કરશે. નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્રિપક્ષીય તથા ક્ષેત્રીય મુદ્દાઓ પર મોદી તથા અન્ય ભારતીય નેતાઓને સાથે ગહન વાર્તા ઉપરાંત ઇરાની નેતા શનિવારે ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ)માં એક વિશેષ વ્યાખ્યાન આપશે. 

હૈદરાબાદની મક્કા મસ્જિદમાં નમાજ પઢશે
રોહાનીની યાત્રા પહેલાં ઇરાની મીડિયાના એક અહેવાલ અનુસાર મુલાકાતો દરમિયાન રોહાની અને ભારતીય નેતા નવીનત ક્ષેત્રીય તથા વૈશ્વિક ઘટનાક્રમ અને ચાબહર પોર્ટને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવાના મુદ્દે ચર્ચા કરશે. વર્ષ 2016માં નરેંદ્ર મોદીની ઇરાન યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરાર પર હસ્તાક્ષર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રોહાની 16 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રવાના થશે. તેમણે જણાવ્યું કે રુહાની હૈદરાબાની મક્કા મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કર્યા બાદ ત્યાં એક સભાને સંબોધિત કરશે. તે ગોલકોંડાના કુતુબ શાહી મકબરા સહિત ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news