Isha Ambani Wedding : મુકેશ અંબાણીના બંને પુત્રોએ ઘોડા પર કરી એન્ટ્રી

ઈશા અંબાણીના લગ્ન ઉદયપુરના વ્યવસાયી આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. આજે થઈ રહેલા ઈશાના લગ્ન માટે અંબાણીના એન્ટાલિયા ઘરને દુલ્હનની જેમ સજાવાયું છે 

Isha Ambani Wedding : મુકેશ અંબાણીના બંને પુત્રોએ ઘોડા પર કરી એન્ટ્રી

મુંબઈઃ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનાં લગ્ન આજે મુંબઈમાં અંબાણી પરિવારના ઘરે એન્ટાલિયા પર શરૂ થઈ ચૂક્યા છે. રાજસ્થાનના ઉદયપુરમાં પ્રી-વેડિંગ કાર્યક્રમો બાદ હવે ઈશા અંબાણી અને આનંદ પીરામલ બુધવારે એન્ટાલિયામાં સાત ફેરા લેશે. ઈશાના લગ્ન ઉદયપુરના વ્યવસાયી આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. આજના પ્રસંગ માટે મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયાને દુલ્હનની જેમ સજાવાયું છે. 

મોટાભાગે લગ્નમાં વરરાજા ઘોડા પર સવાર થઈને આવતો હોય છે. પરંતુ આ લગ્નના જે પ્રથમ ફોટો સામે આવ્યા છે તેમાં ઈશાના બંને ભાઈ આકાશ અને અનંત અંબાણી ઘોડા પર એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ પોતાના ભાઈની પડખે ઉભેલા છે. 

ambani

લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવ સાથે આવી પહોંચ્યા હતા. જ્યારે અભિનેત્રી કિયારા અડવાણીએ પણ આ લગ્નપ્રસંગમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. 

ambani

(તમામ ફોટો સાભારઃ Yogen Shah)

ઉલ્લેખનીય છે કે, આ લગ્નમાં વ્યવસાય જગત અને બોલિવૂડનાં અનેક સિતારા ઉપરાંત સ્પોર્ટ્સ વિશ્વની પણ અનેક હસ્તીઓના હાજર રહેવાની સંભાવના છે. આજે મુંબઈમાં થઈ રહેલા લગ્ન બાદ અંબાણી પરિવાર દ્વારા 14 ડિસેમ્બરના રોજ જિયો ગાર્ડનમાં એક ગ્રાન્ડ રિસેપ્શનનું પણ આયોજન કરાયું છે. રિસેપ્શનની સાથે જ અંબાણી પરિવાર પોતાનાં મહેમાનો માટે એક મ્યુઝિકલ કોન્સર્ટ પણ આયોજત કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news