Relationship Tips: પ્રેમ કરો છો પણ ઈઝહાર કરવામાં લાગે છે ડર, આ ટિપ્સ અજમાવો ક્યારેય નહીં આવે ના
Relationship Tips: કેટલાક વ્યક્તિઓને નજીકની વ્યક્તિ સાથે અત્યંત પ્રેમ હોય છે પણ ઈઝહાર કરવામાં ડર એટલા માટે લાગે છે કે આ ઈઝહાર ભારે ના પડી જાય કારણ કે સાથે રહેનારને આ ખોટું લાગે તો કાયમ માટેના સંબંધો તૂટી જવાનો ડર રહેતો હોય છે. એટલે ખાસ હોય તો પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ આખી જિંદગી એને કહી શકતો નથી. જો તમને પણ એવો ડર લાગતો હોય તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છે. આ ટિપ્સને અજમાવો છોકરીના કે છોકરાના ના પાડવાના ચાન્સીસ ઘટી જશે. કેટલાક લોકોને અવારનવાર પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે જ પ્રેમ થઈ જાય છે. એવામાં દોસ્તી તૂટવાનો ડર દરેક વ્યક્તિને રહે છે. તમે ઈચ્છો તો કેટલાંક એવા ઉપાય અપનાવીને માત્ર દોસ્ત સાથે પ્રેમનો ઈઝહાર જ નહીં પરંતુ તેની હા પણ સાંભળી શકો છો.
Trending Photos
How to Propose: બેસ્ટ ફ્રેન્ડને પ્રેમ થવો ઘણું કોમન હોય છે. પરંતુ કેટલાંક લોકો દોસ્તી તૂટવાના ડરથી તમે દોસ્તની સામે દિલની વાત કહી શકતા નથી. એવામાં દોસ્તને પ્રપોઝ કરવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો. તેનાથી તમે દોસ્તની હા પણ સાંભળી શકો છો. આવો જાણીએ દોસ્તને પ્રેમનો ઈઝહાર કરવાના ઉપાય.રિલેશનશિપને સારી બનાવવા માટે પ્રેમની સાથે સાથે દોસ્તી હોવી પણ જરૂરી છે. એવામાં કેટલાંક કપલ્સ પ્રેમ થયા પછી દોસ્ત બની જાય છે તો અનેક લોકો દોસ્તને જ પ્રેમ કરવા લાગે છે. જો તમે પણ પોતાના દોસ્તને પ્રેમ કરવા લાગો છો તો 5 સરળ ઉપાયથી પ્રેમનો ઈઝહાર તમને એકદમ પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી શકો છો.
આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV
1. પસંદગીની જગ્યા પર પ્રપોઝ કરો:
નજીકની ખાસ વ્યક્તિને પ્રેમનો ઈઝહાર કરવા માટે તમે પસંદગીની જગ્યા પસંદ કરી શકો છો. એવામાં ફ્રેન્ડને તેમની ફેવરિટ ડેસ્ટિનેશન પર લઈ જઈને સરપ્રાઈઝ આપો અને પછી તેને સીધું પોતાના દિલની વાત કહી દો. સાથે જ તેને પોતાના પ્રેમનું કારણ પણ જણાવો. તેનાથી તમારી નજીકની વ્યક્તિ તરત હા કરી દેશે.
2. લવ લેટર ટ્રાય કરો:
ઈન્ટરનેટના જમાનામાં લવ લેટર લખવાનો ટ્રેન્ડ ઘણું જૂનું થઈ ગયું છે. પરંતુ પ્રેમનો ઈઝહાર કરવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. એવામાં જો તમે દોસ્તની સામે આઈ લવ યુ કહી શકતા નથી. તો તમે તેને પ્રેમથી ગિફ્ટની સાથે લવ લેટર લખીને મોકલી શકો છો.
3. વાતો-વાતોમાં હિન્ટ આપો:
દોસ્તને ડાયરેક્ટ પ્રેમનો ઈઝહાર કરવાની જગ્યાએ તેને પહેલાં થોડી હિંટ આપી શકો છો. તેના માટે તમે દોસ્તની સાથે ફ્લર્ટ કરવા અને તેમની એકસ્ટ્રા કેર કરવા જેવી ટિપ્સ ફોલો કરી શકો છો. એવામાં જો દોસ્તને તમારે વર્તનમાં થયેલો ફેરફાર પસંદ આવે તો સમજી લેજો કે તેમની પણ હા જ છે.
(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે