Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યાનો હાથ? ભાજપે લગાવ્યો આરોપ

ભાજપની દિલ્હી યુનિટના નેતાઓએ જુલુસ દરમિયાન થયેલા ઘર્ષણને ષડયંત્ર ગણાવ્યું છે અને ઘટનામાં ગેરકાયદેસર પ્રવાસીઓ રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની ભૂમિકાની તપાસ પર માગણી કરી છે. 

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યાનો હાથ? ભાજપે લગાવ્યો આરોપ

Jahangirpuri Violence in Delhi: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ખુબ બબાલ થઈ. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગની વાત સામે આવી છે. ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે છે અને હાલ સ્થિતિ કાબૂમાં છે. આ બધા વચ્ચે હિંસામાં ઘાયલ થયેલા દિલ્હી પોલીસના એસઆઈએ જણાવ્યું કે આખરે તે સમયે શું ઘટનાક્રમ ઘટ્યો હતો.  બીજી બાજુ ભાજપની દિલ્હી યુનિટના નેતાઓએ જુલુસ દરમિયાન થયેલા ઘર્ષણને ષડયંત્ર ગણાવ્યું છે અને ઘટનામાં ગેરકાયદેસર પ્રવાસીઓ રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની ભૂમિકાની તપાસ પર માગણી કરી છે. 

ભાજપના ગંભીર આરોપ
ભાજપ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને પાર્ટી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે જુલુસ પર હુમલો એ અચાનક ઘટેલી ઘટના નથી પરંતુ ષડયંત્ર હતું. ભાજપના નેતા કપિલ શર્માએ પણ આરોપ લગાવ્યો કે જુલુસ પર પથ્થરમારો એક આતંકવાદી હુમલો હતો. તેમણે દેશમાંથી ગેરકાયદેસર પ્રવાસીઓને તત્કાળ બહાર કાઢી મૂકવાની માગણી કરી. આદેશ ગુપ્તાએ કહ્યું કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રીને મળશે અને તેમની પાસે હિંસાની તપાસના આદેશ આપવાની માગણી કરશે. તેમણે એવો પણ સવાલ કર્યો કે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની વસ્તીને પાણી અને વીજળી કનેક્શન કેવી રીતે અપાયા? તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે હું મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવા માંગુ છું કે તેઓ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને પાણી અને વીજળી કેમ ઉપલબ્ધ  કરાવે છે?

ભાજપના નેતા કપિલ મિશ્રાએ એમ પણ કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓના દસ્તાવેજોની તપાસ થવી જોઈએ અને તેમને તરત કાઢી મૂકવા જોઈએ. હનુમાન જયંતી જુલુસ પર હુમલો એક સંયોગ નહીં પરંતુ પ્રયોગ હતો. આ એક આતંકવાદી હુમલો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તીઓ હવે હુમલામાં સામેલ છે. 

10 લોકોની અટકાયત
જહાંગીરપુરીમાં થયેલી હિંસા મામલે તપાસ રિપોર્ટ MHA ને પણ સોંપવામાં આવશે. દિલ્હી પોલીસે આર્મ્સ એક્ટ, રાઈટ્સ અને હત્યાની કોશિશમાં કેસ દાખલ કર્યો છે. જેમાં તોફાન કરવાની, સરકારી કામમાં વિધ્ન નાખવાની, સંપત્તિઓને નુકસાન પહોંચાડવા સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ થયો છે. ઘાયલ પોલીસકર્મીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે. તેમના નિવેદનોના આધારે આરોપીઓની ઓળખ કરવાની તૈયારી છે. તાજા અપડેટ મુજબ પોલીસ ટીમે અત્યાર સુધીમાં 10 લોકોની અટકાયત  કરી છે. 

પોલીસે શું કહ્યું તે જાણો
આ કેસના સૌથી પહેલા મેઘા લાલ જેમને ઝઘડાની જાણ થતા ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા તેમણે ત્યાં હાજર તોફાની તત્વોની ભીડમાંથી કેવી રીતે ગોળી છૂટી અને આર પાર થઈ ગઈ તે વિશે જણાવ્યું. ઝી ન્યૂઝના સંવાદદાતા નીરજ ગૌડ સાથે થયેલી વાતચીતમાં ઘાયલ સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે 6 પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમા એક પોલીસકર્મી સબ ઈન્સ્પેક્ટર મેઘાલાલ મીણાના હાથમાં બુલેટ ઈન્જરી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બુલેટ ઈન્જરી કેવી રીતે થઈ. હાલ મેઘાલાલની હાલત આઉટ ઓફ ડેન્જર છે. 

Jahangirpuri Violence: તોફાનીઓની ભીડ વચ્ચે ગોળી કેવી રીતે છૂટી? જાણો ઘાયલ પોલીસ SI એ શું કહ્યું

તપાસ માટે 10 ટીમો
મોડી રાતે સાંસદ હંસરાજ હંસે ઘટનાસ્થળની મુલાકાત લીધી. જ્યાં જહાંગીરપુરીમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ બબાલમાં પોલીસના 6 જવાનો ઘાયલ થયા. હવે ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ સેલ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે. તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી છે. દિલ્હીમાં થયેલી બબાલમાં ઘાયલ થયેલા તમામ પોલીસકર્મીઓને બાબુ જગજીવનરામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્રે જણાવવાનું કે અપડેટ આપનારા એસઆઈ મેઘાલલ મીણાની તૈનાતી જહાંગીરપુરી પોલીસમથકે છે. 

હિંસા બાદ યુપીમાં અલર્ટ
આ ઘટનાક્રમ બાદ યુપીમાં અલર્ટ જારી છે. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે ગાઝિયાબાદ પોલીસ, બાગપત પોલીસ અને મેરઠના તમામ મોટા અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સમગ્ર પ્રદેશમાં સતર્કતા વર્તવાના આદેશ અપાયા છે. તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી 24 કલાક સતત નિગરાણી ચાલુ છે. અમે ખોટી સૂચનાઓને ફેક્ટ ચેક કરીને તેનું ખંડન પણ કરીએ છીએ. એટલે કે દરેક સ્તરે યુપી પોલીસ સતર્ક છે. 

સાંપ્રદાયિક હિંસા પર વિપક્ષનું સંયુક્ત નિવેદન
સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ મામલે કડક કાર્યવાહીની માગણી સાથે તમામ વિપક્ષી નેતાઓ એકજૂથ થયા છે. જેમાં સોનિયા ગાંધી, શરદ પવાર, મમતા બેનર્જી, એમકે સ્ટાલિન, હેમંત સોરેન, તેજસ્વી યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ સામેલ છે. આ વિપક્ષી નેતાઓએ લોકોને શાંતિ અને સદભાવ જાળવી રાખવા અને સાંપ્રદાયિક હિંસાના અપરાધીઓને કડક સજા આપવાની સંયુક્ત અપીલ પણ કરી. 

સંયુક્ત વિપક્ષ તરફથી નિવેદનમાં કહેવાયું છે કે જે પ્રકારે આપણા સમાજનું ધ્રુવીકરણ કરવા માટે સત્તારૂઢ પ્રતિષ્ઠાન વર્ગો દ્વારા જાણી જોઈને ભોજન, પોષાક, આસ્થા, તહેવારો અને ભાષાઓ સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી અમે ખુબ દુખી છીએ. અમે તે લોકો દ્વારા દેશમાં અભદ્ર ભાષાની વધતી ઘટનાઓથી ખુબ ચિંતિત છીએ જેમને અધિકૃત સંરક્ષણ પ્રાપ્ત છે અને તેમના વિરુદ્ધ કોઈ સાર્થક અને કડક કાર્યવાહી થઈ રહી નથી. અમે દેશના અનેક રાજ્યોમાં હાલમાં થયેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓની કડક નિંદા કરીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news