ઓડિયો સંદેશ: આસારામને જેલરે લગાવી ખુબ ફટકાર, કડક ચેતવણી આપતા કહ્યું કે, 'જો હવે.....'
દુષ્કર્મના આરોપમાં ઉમરકેદની સજા કાપી રહેલા આસારામે એક દિવસ પહેલા જોધપુર સેન્ટ્રલ જેલમાંથી જે ઓડિયો ટેપ જારી કરી હતી તેને લઈને હોબાળો મચી ગયો છે.
Trending Photos
જોધપુર: દુષ્કર્મના આરોપમાં ઉમરકેદની સજા કાપી રહેલા આસારામે એક દિવસ પહેલા જોધપુર સેન્ટ્રલ જેલમાંથી જે ઓડિયો ટેપ જારી કરી હતી તેને લઈને હોબાળો મચી ગયો છે. જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યાં છે. 'ઝી ન્યૂઝ' મુજબ રાજસ્થાન સરકારે જેલના અધિકારીઓને ખુબ ફટકાર લગાવીને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાનું કહેવું છે કે તપાસમાં જે પણ દોષિત ઠરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન જેલના અધિકારીઓએ આસારામની નિગરાણી વધારી દીધી છે. આ સાથે જ આસારામને ચેતવણી આપવામાં આવી છે કે જો આવું તે ફરીથી કરશે તો ફોન પર વાત કરવાની સુવિધા આપવામાં આવશે નહીં. જેલના ઓફિસરોના જણાવ્યાં મુજબ આસારામે શુક્રવારે રાતે સાબરમતી ખાતેના તેના આશ્રમમાં ફોન કર્યો હતો પરંતુ આ ફોન ઓડિયો સંદેશ રેકોર્ડ કરવા માટે હતો, તેની જાણકારી નથી. અમે ઓડિયો ટેપની તપાસ કરીશું. ફોન પર જે પણ વાત થઈ તે જેલમાં લાગેલા રેકોર્ડરમાં રેકોર્ડ છે. આમ તો હવે આસારામને ચેતવણી આપી દેવાઈ છે. જયપુર જેલ હેડક્વાર્ટરે આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે.
પત્ની સાથે પણ ફોન પર વાત કરતો હતો આસારામ
આસારામે જે બે નંબર જેલના ઓફિસરોને આપ્યા છે તેમાં એક સાબરમતી સ્થિત આશ્રમનો છે અને બીજો નંબર તેની પત્નીનો છે. આશ્રમમાં તેણે વર્ષમાં બે કે ત્રણવાર ફોન કર્યો હશે જ્યારે સૌથી વધુ વાત પત્ની સાથે કરે છે. બુધવારે (25 એપ્રિલ)ના રોજ ઉમરકેદની સજા થયાના બે દિવસ બાદ આસારામનું સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યું હતું. જેમાં તે પોતાના સમર્થકોને કહી રહ્યો હતો કે તેની વિરુદ્ધ ષડયંત્ર છે. તે જલદી બહાર આવશે. પહેલા શિલ્પી બેટીને બહાર લાવીશ અને ત્યારબાદ શરદને. ત્યારબાદ હું તમારી વચ્ચે આવીશ. આ ઓડિયો સંદેશ આસારામના આશ્રમના ફેસબુક પેજ પર લાંબા સમય સુધી ચાલ્યો હતો. જો કે વાઈરલ થતા હટાવવામાં આવ્યો હતો. જેલના ઓફિસરે એ વાતની પુષ્ટિ કરી હતી કે શુક્રવારે આસારામે ફોન પર એક નંબર સાથે વાત કરી હતી.
શું કહે છે જેલ મેન્યુઅલ
તિહાડ જેલ મેન્યુઅલ મુજબ ટેલિફોન સુવિધા દરેક કેદી માટે છે. તેઓ વધુમાં વધુ પાંચ મીનિટ માટે વાત કરી શકે છે. મકોકા, એનએસએ, પીએસએ કે પછી કોઈ આતંકી ગતિવિધિઓમાં જેલમાં આવેલા કેદીઓને ફોન પર વાત કરવાની સુવિધા મળતી નથી. આથી તેઓ જે નંબર પર વાત કરવા માંગતા હોય તેની તપાસ થાય છે. તેમના દ્વારા ફોન પર કરવામાં આવેલી વાત રેકોર્ડ પણ કરવામાં આવે છે.
શું છે આસારામ કેસ
સગીરા સાથે દુષ્કર્મના આરોપી આસારામને જોધપુરની સ્પેશિયલ કોર્ટે 25 એપ્રિલના રોજ ઉમરકેદની સજા સંભળાવી હતી. આ સાથે જ કોર્ટે આ મામલે દોષિત ઠેરવવામાં આવેલા શિલ્પી અને શરદચંદ્રને 20-20 વર્ષનીા સજા સંભળાવી છે. આ અગાઉ કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં અને અન્ય બેને નિર્દોષ છોડી મૂકવાના આદેશ આપ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે