કાશ્મીરની વાદીઓએ સફેદ ચાદર ઓઢી, ઝરણા થીજી ગયા, પર્યટકોને મજા પડી ગઈ

weather and climate in jammu and kashmir: લેહ, જમ્મુના ઉંચાણવાળા ભાગો, ગુમમર્ગ, સોનમર્ગ અને પહલગામમાં થઈ રહેલી હિમવર્ષા 11 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની આગાહી છે. તાપમાન શૂન્યથી નીચે રહેતા ઝરણા થીજી ગયા છે. તો કેટલાક હજુ પણ વહી રહ્યા છે.

કાશ્મીરની વાદીઓએ સફેદ ચાદર ઓઢી, ઝરણા થીજી ગયા, પર્યટકોને મજા પડી ગઈ

jammu kashmir snowfall: ભારતનાં શિરોમોર સમાન કાશ્મીરમાં સુંદરતામાં બરફવર્ષાએ ચાર ચાંદ લગાડી દીધા છે. કાશ્મીરને કુદરત તરફથી અપ્રતિમ ભેટ મળેલી છે અને તે છે સુંદરતા, કાશ્મીરની વાદીઓમાં કુદરતે ભરી ભરીને કામણ પાથર્યું છે અને તે કામણમાં પણ શિયાળો આવતા ચાર ચાંદ લાગી જાઇ છે. કાશ્મીરમાં હિમવર્ષાનાં કારણે પ્રવાસીઓ પણ રોમાંચીત જોવા મળી રહ્યા છે.

કાશ્મીરમાં આવાજ દ્રશ્યો જોઈને મુઘલ બાદશાહ જહાંગીરે આ કહ્યું હતુ. જેનો અર્થ થાય છે કે ધરતી પર જો સ્વર્ગ છે તો  ત ફ્કત અહીં છે.

ભારતનાં શિરોમોર સમાન કાશ્મીર અને કાશ્મીર ખીણ પ્રદેશમાં અરફરીન કુદરતી નજારો હાલ સર્જાયો છે. કાશ્મીર અને કારગિલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કેટલીક જગ્યાએ હિમવર્ષા સાથે વરસાદ પણ થઈ રહ્યો છે. લેહ, જમ્મુના ઉંચાણવાળા ભાગો, ગુમમર્ગ, સોનમર્ગ અને પહલગામમાં થઈ રહેલી હિમવર્ષા 11 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની આગાહી છે. તાપમાન શૂન્યથી નીચે રહેતા ઝરણા થીજી ગયા છે. તો કેટલાક હજુ પણ વહી રહ્યા છે.હિમવર્ષાના કારણે ઠેર-ઠેર બરફની ચાદર છવાઇ હતી. હિમવર્ષાની મજા માણતા સહેલાણીઓ જોવા મળ્યા હતા. હિમવર્ષાથી ખીણમાં આવનાર સહેલાણીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. સહેલાણીઓનું કહેવું છે કે હિમવર્ષા થવી અમારા માટે સપનુ પુરુ થવા જેવુ છે.

હિમવર્ષા વચ્ચે પર્યટકોનો મજા પડી ગઈ છે. તેઓ હિમવર્ષાને માણી રહ્યા છે. લોકો આ જ દ્રશ્યો જોવા માટે દેશભરમાંથી ડિસેમ્બર જાન્યુઆરીમાં કાશ્મીર આવતા હોય છે...પર્યટકોના ફેવરિટ ગુલમર્ગ અને પહલગામ સહિત કાશ્મીરના લગભગ દરેક ક્ષેત્રમાં બરફ પડ્યો હતો.કાશ્મીર ખીણ પ્રદેશમાં અરફરીન કુદરતી નજારો હાલ સર્જાયો છે. કાશ્મીરની વાદીઓએ સફેદ ચાદર ઓઢી લીધી છે અને પોતાની સૌંદર્યતાથી મનમોહક નજારો સર્જી દીધો છે. તાપમાન શૂન્યથી નીચે હોવા છતાં પ્રવાસીઓ બરફનો આનંદ માણતા જોવા મળ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news