અધિકારીઓએ ચેકિંગ કર્યું તો, BRTS ડ્રાઈવરોની મોટી પોલ ખૂલી
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :પાંજરાપોળ ખાતે થયેલા બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચેના અકસ્માત (BRTS Accident) બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં દોડધામ મચેલી છે. બીઆરટીએસના જુના તમામ અધિકારીઓની બદલી કરાયા બાદ નવા અધિકારીઓએ બીઆરટીએસના સંચાલન અંગેની જાત તપાસ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત શહેરમાં પથરાયેલા બીઆરટીએસના વિવિધ રૂટ પર અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ છે. જે અતંર્ગત અધિકારીઓને બસના 2 ડ્રાઇવર (BRTS Driver) મોબાઇલ સાથે મળી આવતા તેમને બે દિવસમાં ફરજ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?
બીઆરટીએસ અકસ્તાતનો મામલો વધતા અધિકારીઓ દ્વારા અમદાવાદમાં વિવિધ 20 સ્થળોએ 275 બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ ડ્રાઈવરો પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ બીઆરટીએસ બસનો ડ્રાઈવર ચાલુ બસે વીડિયો સોન્ગ જોતો વીડિયો સામે આવ્યો હતો. આ ડ્રાઈવર બિન્દાસ્ત રીતે વીડિયો જોતા ગાડી ચલાવી રહ્યો હતો.
નોંધનીય છે કે, પાંજરાપોળ અકસ્માતનો મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હોવાથી એએમસીના શાષકો અને અધિકારીઓ પર મોટું દબાણ આવ્યુ છે. જેથી કમિશ્નરે બીઆરટીએસ બસમાં ડ્રાઇવરોને મોબાઇલ સાથે પ્રવેશ ન આપવાની જાહેરાત કરી હતી. તો બીઆરટીએસ કોરીડોરમાં ઘૂસતા ખાનગી વાહનો સામે પણ મોટી ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત અત્યાર સુધી 4 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. ખાનગી વાહનો બીઆરટીએસ ટ્રેકમાં ન ઘૂસે તે માટે બાઉન્સર્સ પણ રાખવાની ફરજ તંત્રને પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે