જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યાં, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યાં શપથ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર  ઘોષે આજે દેશના પ્રથમ લોકપાલ તરીકે શપથ લેવડાવ્યાં. અધિકૃત નિવેદનમાં કહેવાયું કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં શપથ લેવડાવવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ જસ્ટિસ ઘોષને મંગળવારે દેશના પહેલા લોકપાલ તરીકે પસંદ કરાયા હતાં. 

જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યાં, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યાં શપથ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર  ઘોષે આજે દેશના પ્રથમ લોકપાલ તરીકે શપથ લેવડાવ્યાં. અધિકૃત નિવેદનમાં કહેવાયું કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં શપથ લેવડાવવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ જસ્ટિસ ઘોષને મંગળવારે દેશના પહેલા લોકપાલ તરીકે પસંદ કરાયા હતાં. 

વિભિન્ન હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો- ન્યાયમૂર્તિ દિલીપ બી ભોસલે, ન્યાયમૂર્તિ પ્રદીપકુમાર મોહંતી, ન્યાયમૂર્તિ અભિલાષાકુમારી ઉપરાંત છત્તીસગક્ષ હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયધીશ અજયકુમાર ત્રિપાઠીને લોકપાલમાં ન્યાયિક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યાં છે. SSB (સશસ્ત્ર  સીમા દળ)ના પૂર્વ પહેલા મહિલા પ્રમુખ અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ દિનેશકુમાર જૈન, પૂર્વ આઈઆરએસ અધિકારી મહેન્દ્ર સિંહ અને ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી ઈન્દ્રજીત પ્રસાદ ગૌતમ લોકપાલના બિન ન્યાયિક સભ્યો છે. 

ન્યાયમૂર્તિ ઘોષ (66) મે 2017માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદેથી સેવાનિવૃત થયા હતાં. જ્યારે લોકપાલ અધ્યક્ષના પદ માટે તેમના નામની જાહેરાત થઈ ત્યારે તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય હતાં. કેટલીક શ્રેણીઓના લોક સેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલાઓને જોવા માટે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની નિયુક્તિ કરનારો લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013માં પસાર થયો હતો. 

નિયમો મુજબ લોકપાલ સમિતિમાં ઓછામાં એકથી લઈને વધુમાં વધુ આઠ સભ્યોની જોગવાઈ છે. જેમાંથી ચાર સભ્યો ન્યાયિક સદસ્ય હોવા જોઈએ. નિયમો મુજબ લોકપાલના સભ્યોમાં 50 ટકા અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, અલ્પસંખ્યક અને મહિલાઓ હોવા જોઈએ. પસંદગી બાદ અધ્યક્ષ અને સભ્યો પાંચ વર્ષના કાર્યકાળ કે પછી 70 વર્ષ સુધીની ઉંમર સુધી પદ પર રહી શકે છે. લોકપાલ અધ્યક્ષનું વેતન અને ભથ્થા ભારતના ચીફ જસ્ટિસ જેટલા રહેશે. સભ્યોને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેટલા વેતન અને ભથ્થા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news