આખરે 'શોટગન'નું પત્તું કપાયું, પટણા સાહિબથી રવિશંકર પ્રસાદ BJPના ઉમેદવાર

બિહારમાં એનડીએ દ્વારા તમામ 40 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ. ભાજપ, જેડીયુ અને એલજેપીના પ્રદેશ અધ્યક્ષોએ ભેગા થઈને એનડીએના ઉમેદવારોની જાહેરાત કરી. ઉમેદવારોની જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું કે લોકસભા ચૂંટણી 2019માં ભાજપના બળવાખોર નેતા શત્રુધ્ન સિન્હાની ટિકિટ કપાઈ ગઈ છે. તેમના સ્થાને પટણા સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. 
આખરે 'શોટગન'નું પત્તું કપાયું, પટણા સાહિબથી રવિશંકર પ્રસાદ BJPના ઉમેદવાર

નવી દિલ્હી: બિહારમાં એનડીએ દ્વારા તમામ 40 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ. ભાજપ, જેડીયુ અને એલજેપીના પ્રદેશ અધ્યક્ષોએ ભેગા થઈને એનડીએના ઉમેદવારોની જાહેરાત કરી. ઉમેદવારોની જાહેરાતથી સ્પષ્ટ થઈ ગયું કે લોકસભા ચૂંટણી 2019માં ભાજપના બળવાખોર નેતા શત્રુધ્ન સિન્હાની ટિકિટ કપાઈ ગઈ છે. તેમના સ્થાને પટણા સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. 

શત્રુધ્ન સિન્હાની ભાજપમાંથી ટિકિટ કપાવવાનું લગભગ નક્કી જ મનાઈ રહ્યું હતું. પરંતુ શનિવારે તો સ્પષ્ટ થઈ ગયું કે ભાજપમાં તેમનું પત્તુ કપાઈ જ ગયું. શત્રુધ્ન સિન્હા હાલ પટણા સાહિબથી ભાજપના સાંસદ છે. તેમણે લોકસભા ચૂંટણીમાં સતત બે વાર જીત મેળવી છે. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કપાઈ ગઈ છે. 

પટણા સાહિબથી શત્રુધ્નની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. એનડીએના બિહારના ઉમેદવારોની આજે જે યાદી જાહેર થઈ તેમાં આ સ્પષ્ટતા થઈ. 

અત્રે જણાવવાનું કે શત્રુધ્ન સિન્હા લાંબા સમયથી ભાજપથી નારાજ હતાં. 2019ની લોકસભા ચૂંટણી અગાઉ જ તેમણે પાર્ટીને સંકેત આપી દીધા હતાં કે તેઓ આ વખતે ભાજપ સાથે નહીં હોય. એવી અટકળો છે કે તેઓ કોંગ્રેસમાં જઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. રવિવારે તેઓ જાહેર કરી શકે છે. 

બિહારની 40 લોકસભા બેઠક પર એનડીએ ઉમેદવારોની યાદી

વાલ્મિકી નગર- વૈદ્યનાથ મહતો (જડીયુ)
પ. ચંપારણ- ડો. સંજય જેસવાલ (ભાજપ)
પૂ. ચંપારણ- રાધા મોહન સિંહ (ભાજપ)
શિવહર- રમાદેવી (ભાજપ)
સિતામઢી- વરૂણ કુમાર (જેડીયુ)
મધબની- અશોક કુમાર યાદવ (ભાજપ)
ઝંઝારપુર- રામ પ્રિત મંડલ (જેડીયુ)
સુપૌલ- દિલેશ્વર કામત (જેડીયુ)
અરરિયા- પ્રતીપ સિંહ (ભાજપ)
કિશનગંજ- મોહમ્મદ અશરફ (જેડીયુ)
કટિહાર- દુરાલ ચંદ ગૌસ્વામી (જેડીયુ)
પૂર્ણિયા- સંતોષ કુમાર કુશવાહ (જેડીયુ)
મધેપુરા- દિનેશ ચંદ્ર યાદવ (જેડીયુ)
દરભંગા- ગોપાલ જી ઠાકુર (ભાજપ)
મુઝફ્ફરપુર- અજય નિષાદ (ભાજપ)
વૈશાલી- વીણા દેવી (એલજેપી)
ગોપાલગંજ- આલોક કુમાર સુમન (જેડીયુ)
સીવાન- કવિતા સિંહ (જેડીયુ)
મહારાજગંજ- જનાર્ધન સિંહ સિગરિવાલ (ભાજપ)
સારણ- રાજીવ પ્રતાપ રૂઢી (ભાજપ)
હાઝીપુર- પશુપતિ કુમાર પારસ (એલજેપી)
ઉજિયારપુર- નિત્યાનંદ રાય (ભાજપ)
સમસ્તીપુર- રામચંદ્ર પાસવાન (એલજેપી)
બેગુસરાય ગિરિરાજ સિંહ
ખગડિયા- આ બેઠક માટે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
ભાગલપુર- અજયકુમાર (ભાજપ)
બાંકા- ગિરધારી યાદવ (જેડીયુ)
મુંગેર- રાજીવ રંજન સિંહ (જેડીયુ)
નાલંદા- કોશલેન્દ્ર કુમાર (જેડીયુ)
પટણા સાહિબ- રવિશંકર પ્રસાદ (ભાજપ)
પાટલિપુત્ર- રામકૃપાલ યાદવ (ભાજપ)
આરા- રાજકુમાર સિંહ (ભાજપ)
બક્સર- અશ્વિનીકુમાર ચૌબે (ભાજપ)
સાસારામ- છેદી પાસવાન (ભાજપ)
કારાકાટ- મહાબલી સિંહ (જેડીયુ)
જહાનાબાદ- ચંદ્રેશ્વર પ્રસાદ (જેડીયુ)
ઔરંગાબાદ- સુશીલકુમાર સિંહ (ભાજપ)
ગયા- વિજયકુમાર માંઝી (જેડીયુ)
નવાદા- ચંદનકુમાર (એલજેપી)
જમુઈ- ચિરાગ પાસવાન (એલજેપી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news