જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, 47મા CJI બન્યા

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad arvind bobde) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના 47મા ચીફ જસ્ટિસ (CJI)ના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) તેમને શપથ અપાવ્યા હતા. ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ લગભગ 17 મહિનાનો હશે, તે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 18, 2019, 10:42 AM IST
જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, 47મા CJI બન્યા

નવી દિલ્હી: જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad arvind bobde) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના 47મા ચીફ જસ્ટિસ (CJI)ના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) તેમને શપથ અપાવ્યા હતા. ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ લગભગ 17 મહિનાનો હશે, તે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. 

ચીફ જસ્ટિસ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ નાગપુરમાં થયો હતો, તેમના પિતા જાણિતા વકીલ હતા. તેમણે નાગપુર યૂનિવર્સિટીમાંથી કલા અને કાનૂનમાં સ્નાતક કર્યું. વર્ષ 1978માં તેમણે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રને જોઇન કર્યું હતું. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચમાં લોની પ્રેકટિસ કરી, 1998માં વરિષ્ઠ વકીલ પણ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ પદભાર ગ્રહણ કર્યો. ત્યારબાદ તે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કમાન સંભાળી હતી. 

Ayodhya Verdict: જાણો અયોધ્યા કેસ પર ઐતિહાસિક ચૂકાદો આપનાર 5 જજો વિશે

જસ્ટિસ બોબડે દેશના સૌથી મોટા અયોધ્યા ચૂકાદામાં સુનાવણી કરનાર પાંચ જજોની બેંચનો ભાગ બન્યા, આ ઉપરાંત જસ્ટિસ બોબડે અને ઘણા મહત્વપૂર્ણ ચૂકાદો આપનાર પીઠનો ભાગ રહી ચૂક્યા છે. ઓગસટ 2017માં જસ્ટિસ જએસ ખેહરની અધ્યક્ષતાવાળી નવ સભ્યોની સંવિધાન પીઠનો ભાગ રહ્યા, જસ્ટિસ બોબડેએ ગોપનીયતાનો અધિકારને મૌલિક અધિકાર ગણાવ્યો હતો. 

તે 2015માં તે ત્રણ સભ્યોવાળી પીઠમાં સામેલ હતા, જેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતના કોઇપણ નાગરિક આધાર સંખ્યાના અભાવે મૂળ સેવાઓ અને સરકારી સેવાઓથી વંચિત ન કરી શકાય. તાજેતરમાં જ તેમની અધ્યક્ષતાવાળી બે સભ્યો પીઠે બીસીસીઆઇનું વહિવટીતંત્રી જોતાં પૂર્વ કંટ્રોલ અને મહાલેખ પરીક્ષક વિનોદ રાયની અધ્યક્ષામાં બનાવવામાં આવેલી સંચાલકોની સમિતિને નિર્દેશ આપ્યો કે તે ચૂંટાયેલા સભ્યો માટે કાર્યભાર છોડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube