કોણ છે એ પાડોશી, જેણે કન્હૈયાલાલને જેલમાં મોકલ્યા, પછી તેની હત્યા કરાવી! હવે તે ક્યાં છે?

Rajasthan udaipur news : ઉદયપુરના ટેલર કન્હૈયાલાલ સાહૂની હત્યાના મામલામાં તેના પાડોશી નિયાઝની ધરપકડ કરી લીધી છે. મામલામાં તેની સંડોવણી હોવાની વાત સામે આવી છે. 

કોણ છે એ પાડોશી, જેણે કન્હૈયાલાલને જેલમાં મોકલ્યા, પછી તેની હત્યા કરાવી! હવે તે ક્યાં છે?

જયપુરઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ટેલર કન્હૈયાલાલની હત્યા મામલામાં હત્યારાઓની ધરપકડ બાદ હવે જોરશોરથી તપાસ ચાલી રહી છે. ઘટનાની તપાસ માટે જ્યાં રાજસ્થાન સરકારે એસઆઈટીની રચના કરી છે. તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએની ટીમ પણ આ મામલામાં તપાસ કરી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર તપાસ એજન્સીઓ તરફથી ઘટનાને તે દિવસથી સમજવાનો પ્રયાસ કરી રહી છે, જે દિવસે તેમાં પ્રથમવાર વિવાદ થયો, જે બર્બરતાપૂર્ણ હત્યા સુધી પહોંચી ગયો. 

ઉલ્લેખનીય છે કે આ મામલામાં મૃતક કન્હૈયાલાલે પોલીસને જે ફરિયાદ આપી હતી, તેમાં એક વ્યક્તિનું નામ મુખ્ય રૂપથી લેવામાં આવ્યું હતું. આ કન્હૈયાલાલનો પાડોશી નિયાઝ છે. જાણવા મળી રહ્યું છે કે નિયાઝે કન્હૈયાલાલના ફોન પર નૂપુર શર્માના સપોર્ટમાં લાગેલા સ્ટેટસની જાણકારી બીજા લોકોને આપી હતી. તેણે નૂપુર શર્માની પોસ્ટને લોકોની વચ્ચે પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ કન્હૈયાલાલની દુકાનમાં બે લોકો આવ્યા અને તેમણે પહેલા બેલેન્સ ન હોવાની વાત કહી કન્હૈયાલાલનો ફોન લીધો અને પછી નૂપુર શર્મા સંબંધિત પોસ્ટ ડિલીટ કરી દીધી. સાથે ફરી આવું ન કરવાની ચેતવણી આપી હતી. 

કન્હૈયાલાલની પોલીસે કરી હતી ધરપકડ
મામલો અહીં શાંત થયો નહીં. ત્યારબાદ સામે આવ્યું કે કન્હૈયાલાલના પાડોશી નિયાઝે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ કન્હૈયાલાલની પોલીસે ધરપકડ કરી અને બે દિવસ બાદ કન્હૈયાલાલને જામીન મળ્યા હતા. જામીન બાદ કન્હૈયાલાલને સતત મારી નાખવાની ધમકી મળી રહી હતી. આ સંબંધમાં તેમણે પોલીસને માહિતી આપી પરંતુ પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તો આ મામલામાં પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધુ હતું. 

આ વચ્ચે સતત ધમકીઓ મળતી રહી અને કન્હૈયાલાલે સતત છ દિવસ દુકાન બંધ રાખ્યા બાદ સાતમાં દિવસે દુકાન ખોલી હતી. આ દિવસે તેમની હત્યા કરી દેવામાં આવી. પોલીસને આપેલી ફરિયાદમાં પણ કન્હૈયાલાલે કહ્યુ હતુ કે સ્ટેટસ તેમણે લગાવ્યું નહોતું. તેમનો પુત્ર ફોન પર ગેમ રમે છે, જેના કારણે ભૂલથી સ્ટેટસ લાગી ગયું. 

નિયાઝની પોલીસે હવે કરી ધરપકડ
લેટેસ્ટ અપડેટ પ્રમાણે આતંકી તાર હોવાની સૂચના મળ્યા બાદ પોલીસે નિયાઝની પણ ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે કન્હૈયાલાલની હત્યા કરનાર આરોપીઓ પાસેથી પ્રાપ્ત સૂચના બાદ પોલીસે નિયાઝને કસ્ટડીમાં લીધો છે. સાથે તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news