કારગિલનું શોર્ય દિવસ: ઉધારના હથિયારોથી લડી રહ્યા હતા જવાનો

કારગિલ યુદ્ધ અચાનક ચાલુ થઇ ગયું જ્યારે સેના આ યુદ્ધ માટે સંપુર્ણ તૈયાર પણ નહોતી

કારગિલનું શોર્ય દિવસ: ઉધારના હથિયારોથી લડી રહ્યા હતા જવાનો

નવી દિલ્હી : કારગિલ લડાઇ આ પ્રકારે અચાનક તેવા સમયે થઇ જ્યારે સેના સંપુર્ણ સજ્જ પણ નહોતી. એક તરફ સેનાની પાસે હથિયારોની ઉપણ હતી તો બીજી તરફ બોફોર્સ કંપની પર પ્રતિબંધ લાગેલો હતો. ઘણી બલાલિયન પાસે પોતાના હથિયારો પણ નહોતા. આ પરિસ્થિતી અંગે જણાવતા તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ વીપી મલિકે Zee News ડિજિટલને જણાવ્યું કે, હા હથિયારની ખુબ જ શોર્ટેજ હતી. અમે રાષ્ટ્રીય રાઇફલ્સની ઘણી નવી યૂનિટ બનાવી હતી, જો કે તેમના હથિયારો માટે મંજૂરી નહોતી આવી, તો તેમની બીજી બટાલિયનથી હથિયાર એકત્ર કરવા માટે અમે આપ્યા હતા, તો તેમની બીજી બટાલિયન દ્વારા હથિયાર એકત્ર કરવા માટે અમે આપ્યા હતા. 

તો અમારી પાસે જરૂરની ક્ષમતાની દ્રષ્ટિએ હથિયાર નથી. તે ઉપરાંત બોફોર્સ તોપના પુર્જા અમારી પાસે નહોતા, દારૂ ગોળો ઓછો હતો. ઘણી સમસ્યાઓ હતી. જનરલ મલિકે જણાવ્યું કે, બોફોર્સ કંપની પર પ્રતિબંધ લાગ્યો હતો, તેના કારણે અમે  તેનો પાર્ટ નહોતો માંગી શકતા. યુદ્ધ દરમિયાન મે વડાપ્રધાનને નિવેદન કર્રયું કે અમે આ વસ્તુઓ જોઇએ, માટે તમે બોફોર્સ તોપ પરથી પ્રતિબંધ હટાવી દેવો જોઇએ.તો પછી આ પ્રતિબંધ તે સમયે હટાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમે બોફોર્સના પાર્ટ્સ મંગાવવા માટે સ્વતંત્ર થઇ ચુક્યા હતા. તેમણે  જણાવ્યું કે, વાત જાણે એમ બની કે, તે સમયે અમારા એક પત્રકાર મિત્રએ સવાલ કર્યો હતો કે તમે તો હંમેશા દારૂ ગોળાની અછતની વાત કરતા રહ્યા છે અને હવે તો યુદ્ધ આવી ગયું છે, તો એવામાં તમે કઇ રીતે લડશો. તો તેનો મે જવાબ આપ્યો હતો કે અમારી પાસે જે કાંઇ પણ છે તેની સામે અમે લડીશું. આ કોઇ બહાદુરીની વાત નહોતી, પરંતુ આ એક એવી સિચ્યુએશન હતી, જેમાં અમે હેલ્પલેસ હતા. અમારી પાસે કોઇ બીજો ચારો નહોતો. તો એવી સિચ્યુએશનમાં આર્મી ચીફ બીજુ શું કરતી હતી. હું ઇચ્છતો હતો કે, એવી પરિસ્થિતીમાં આપણા જવાનોની આત્મવિશ્વાસ ન તુટે અથવા તેમના પર કોઇ ખોટી અસર ન પડે. 

કારગીલ વિજય દિવસ
19 વર્ષ પહેલા ભારતે પાકિસ્તાનને કારગિલ યુદ્ધમાં ધુળ ફાંકતુ કરી દીધું હતું. આ દિવસથી ભારત કારગિલ વિજય દિવસ મનાવતો આવતો રહે છે. કારગિલ વિજય દિવસ અંગે બુધવારે (26 જુલાઇ)ના રોજ સમગ્ર દેશ યુદ્ધમાં ન્યોછાવર થનારા શહીદોને યાદ કરે છે. પૂર્વસેનાધ્યક્ષ વીપી મલિક કારગિલ યુદ્ધ સમયે સેનાનું નેતૃતવ કરી રહ્યા હતા. તેમણે આ યુદ્ધના પોતાના અનુભવો પર એક પુસ્તક લખ્યું જેનું નામ છે, કારગિલ એક અભૂતપૂર્વ વિજય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news