BJPએ કર્ણાટકમાં કર્યો બે MLAનો જુગાડ', બહુમતની નજીક પહોંચી!

Dhaval Gokani Dhaval Gokani | Updated: May 17, 2018, 04:39 PM IST
BJPએ કર્ણાટકમાં કર્યો બે MLAનો જુગાડ', બહુમતની નજીક પહોંચી!

નવી દિલ્હીઃ કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યા બાદ તેમને વિધાનસભામાં  15 દિવસમાં બહુમત સાબિત કરવાનો છે. ભાજપની પાસે અત્યારે 104 ધારાસભ્યો છે, જે પાર્ટીની  ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેને બહુમત સાબિત કરવા માટે 8 ધારાસભ્યોની  જરૂર છે. આ વચ્ચે કોંગ્રેસના બેલ્લારીથી ધારાસભ્ય આનંદ સિંહનો કોઈ પતો નથી. કોંગ્રેસના દિગ્ગજ  નેતા ડીકે સુરેશે કહ્યું કે આનંદ સિંહને છોડીને તમામ ધારાસભ્યો અમારી સાથે છે, પરંતુ તેમનો કોઈ  પતો નથી. માનવામાં આવી રહ્યું છે કે, તે ભાજપની સાથે જતા રહ્યાં છે. બીજીતરફ રોનેબેન્નુર સીટથી  જીતેલા અપક્ષ ધારાસભ્ય એન. શંકર પહેલાથી જ ભાજપના કેમ્પમાં નજર આવી રહ્યાં છે. રાજનીતિક  પંડિત તે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે સંભવતઃ બંન્ને ધારાસભ્યો ભાજપની પાસે જતા રહ્યાં છે. 

તમામ પક્ષોએ ઉતાર્યા પોત-પોતાના મહારથી
ભાજપને બહુમત સાબિત કરવાના સંટકમાંથી કાઢવા માટે બેલ્લારીથી રેડ્ડી બંધુ મદદ કરી શકે છે.  તેમના સહયોગી બી. શ્રીરામુલુને પણ અભૂતપૂર્વ સહયોગી માનવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી  ચૂંટણીમાં તે દિગ્ગજોએ ભાજપને સૌથી મોટા દળના રૂપમાં બહાર લાવ્યા છે. આ રેડ્ડી બંધુ 2008માં  પણ ભાજપ માટે સંકટમોચક બન્યા હતા અને પાર્ટીની સરકાર રાજ્યમાં બનાવાવમાં મદદરૂપ બન્યા  હતા.  બીજીતરફ કોંગ્રેસ તરફથી ડીકે શિવકુમાર જેના રિસોર્ટમાં 2017માં રાજ્યસભાની ચૂંટણી  દરમિયાન પાર્ટીના ગુજરાતના 43 ધારાસભ્યો રોકાયા હતા, તે સ્થિતિને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના  પક્ષમાં લાવવા માટે પ્રયાસરૂપ છે. જેડીએસ તરફથી રીયલ એસ્ટેટ બિઝનેસમેન અને સાંસદ કુપેન્દ્ર  રેડ્ડીએ મોર્ચો સંભાળ્યો છે. 

વિપક્ષના ધારાસભ્યોને વિશ્વાસ મતથી દૂર કરવામાં લાગી ભાજપ
ઈન્ડિયન એક્સપ્રેસે કોંગ્રેસના એક સૂત્રના હવાલાથી કહ્યું કે, ભાજપે બેલ્લારીથી કોંગ્રેસ ધારાસભ્ય આનંદ  સિંહ અને બી નાગેન્દ્રનો સંપર્ક કર્યો છે. શ્રીરામુલુએ આ આધાર પર લગભગ બુધવારે દાવો કર્યો હતો કે,  તેને બહુમત સાબિત કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. તે પણ સમાચાર છે કે પાર્ટી કે ધારાસભ્યોના સંપર્કમાં છે જેનો પહેલા ભાજપ સાથે સંબંધ રહ્યો છે. ભાજપ વધુ એક રણનીતિ પર કામ કરી રહી છે કે, વિશ્વાસ મત દરમિયાન વિપક્ષી પાર્ટીના કેટલાક ધારાસભ્યો મત ન આપે તો તેને બહુમતી સાબિત કરવામાં સરળતા રહેશે.