કર્ણાટકઃ કોંગ્રેસના 4 અસંતુષ્ટ વિધાયક આવ્યા સામે, મંત્રીપદ જતું રહેવાથી હતા નારાજ

બે દિવસ પહેલા જ પક્ષે વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમારને તેમને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી, આ ચારેય ધારાસભ્યોએ બુધવારે વિદાનસભાના સત્રમાં પણ ભાગ લીધો, જેના કારણે સત્તામાં રહેલા ગઠબંધનને થોડી રાહત મળી હતી

કર્ણાટકઃ કોંગ્રેસના 4 અસંતુષ્ટ વિધાયક આવ્યા સામે, મંત્રીપદ જતું રહેવાથી હતા નારાજ

બેંગલુરુઃ કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે કેટલાય અઠવાડિયાથી લાપતા કોંગ્રેસના ચાર અસંતુષ્ટ ધારાસભ્યો બુધવારે અચાનક વિધાનસભામાં પ્રગટ થયા હતા. બે દિવસ પહેલા જ વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમારે તેમને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી. આ ધારાસભ્યો છેલ્લા કેટલાક દિવસથી પક્ષને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. તેમણે 18 જાન્યુઆરી અને 8 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ ધારાસભ્ય મંડળની બેઠકમાં ભાગ લેવા બહાર પડાયેલા વ્હીપની પણ અવગણના કરી હતી. તેઓ વિધાનસભાના બજેટ સત્રમાં પણ 6 ફેબ્રુઆરીથી આવતા ન હતા. 

અસંતુષ્ટ ધારાસભ્યો રમેશ જારકિહોલી, ઉમેશ જાધવ, બી. નાગેન્દ્ર અને મહેશ કુમાથાલીએ બુધવારે વિધાનસભા સત્રમાં પણ ભાગ લીધો હતો, જેના કારણે સત્તામાં રહેલા ગઠબંધનને થોડી રાહત મળી હતી. એવું કહેવાય છે કે આ ચારેય ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હતા અને જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને તોડી પાડવા માટે ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરી રહ્યા હતા. 

વાત એમ છે કે, કેબિનેટમાં ફેરફાર અને 22 ડિસેમ્હબરના રોજ કેબિનેટનું વિસ્તરણ થયા બાદ તેઓ નારાજ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે મંત્રીપદ ન મળવાને કારણે આ ધારાસભ્યો નારાજ હતા. 

જોકે, જારકિહોલીએ જણાવ્યું કે, "હું નિરાશ હતો એ વાત સાચી, પરંતુ પક્ષ વિરોધી ગતિવિધીમાં સામેલ ન હતો. મારી દીકરીના મુંબઈમાં 24 ફેબ્રુઆરીના રોજ લગ્ન છે. આથી હું મારા સગા-સંબંધીઓને મળતો હતો અને લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો."

સિદ્ધારમૈયાએ તેમને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે તો તેમણે કહ્યું કે, તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. નાગેન્દ્રએ પણ જણાવ્યું કે, અમે ચારેય એક સાથે છીએ અને સ્વાભાવિક છે કે અમે નિરાશ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news