Karnataka Lockdown: કોરોનાની ચેન તોડવા માટે કર્ણાટકમાં 14 દિવસના લૉકડાઉનની જાહેરાત
Karnataka Lockdown Restriction Guidelines: કોરોના કેસને રોકવા માટે કર્ણાટક સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં મંગળવારથી 14 દિવસ માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ જાહેરાત કરી છે.
Trending Photos
બેંગલોરઃ કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા કર્ણાટકમાં 14 દિવસના લૉકડાઉનની (Lockdown in karnataka) જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન કાલ એટલે કે મંગળવારે રાત્રે 9 કલાકથી લાગૂ થશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી છે. તેની સંભાવના પહેલાથી વ્યક્ત કરવામાં આવી રહી હતી.
કર્ણાટકમાં લૉકડાઉન દરમિયાન લોકોને સવારે છથી દસ કલાક સુધી ખરીદી કરવાની મંજૂરી હશે. આ સાથે માત્ર મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન વર્કને મંજૂરી રહેશે. લૉકડાઉન દરમિયાન ઇમરજન્સી અને જરૂરી સેવાઓ છોડી બધુ બંધ રહેશે. આ સાથે મુખ્યમંત્રીએ 18થી 45 વર્ષના લોકો માટે ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે.
COVID curfew to be implemented in the state from tomorrow 9 pm for the next 14 days. Essential services allowed b/w 6-10 am. After 10 am shops will close. Only construction, manufacturing & agriculture sectors allowed. Public transport to remain shut: Karnataka CM
(File photo) pic.twitter.com/MSg6S83pDK
— ANI (@ANI) April 26, 2021
લૉકડાઉનની જાહેરાત કરતા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યુ, લોકોએ સહયોગ કરવો પડશે. જો લોકો સહયોગ કરશે તો આપણા લક્ષ્ય હાસિલ કરી શકશુ. લૉકડાઉન દરમિયાન રાજ્યમાં અને રાજ્યની બહાર યાત્રા કરવાની મંજૂરી રહેશે નહીં. માત્ર ઇમરજન્સીના સમયમાં મંજૂરી આપવામાં આવશે.
રવિવારે ઉદ્યોગ મંત્રી જગદીશ શેટ્ટાએ કહ્યુ હતુ, અમે લૉકડાઉનના પક્ષમાં નથી પરંદતુ સ્થિતિ એવી છે કે કોરોના નિયંત્રણમાં લાવવા માટે પ્રતિબંધ લગાવવા પડશે. આપણે સંક્રમણની ચેન તોડવી પડશે. આ 10-12 દિવસની વાત છે. જોઈએ છીએ... એક વાર સંક્રમણના મામલામાં ઘટાડો થાય છે તો પ્રતિબંધો ઓછા કરી દેવાશે.
10 રાજ્યોમાં છે કોરોનાના 74 ટકાથી વધુ કેસ, કર્ણાટક પણ સામેલ
એક દિવસમાં દેશમાં સામે આવી રહેલા કેસમાં 74.53 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે. ભારતમાં સંક્રમણના 3,49,691 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,69,60,172 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે