કરૂણાનિધિના તાબૂત પર લખવામાં આવેલા અંતિમ શબ્દો શું હતા, જાણો અહીં

ચેન્નઇ સ્થિત રાજાજી હોલથી દિવંગત અધ્યક્ષ એમ.કરૂણાનિધિની અંતિમ યાત્રા બુધવારે સાંજે ચાર વાગે શરૂ થઇ હતી.

કરૂણાનિધિના તાબૂત પર લખવામાં આવેલા અંતિમ શબ્દો શું હતા, જાણો અહીં

નવી દિલ્હી: ડીએમકે પ્રમુખ એમ. કરૂણાનિધિના તાબૂત પર લખવામાં આવેલા અંતિમ શબ્દને લઇને ચારેય તરફ ર્ચચા છે. આખરે તેના પર શું લખવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર તાબૂત પર લખ્યું છે- 'એક એવો વ્યક્તિ જેને આરામ કર્યા વિના કામ કર્યું, હવે આરામ કરી રહ્યો છે.' આ પહેલાં કરૂણાનિધિના પુત્ર સ્ટાલિને પિતાના નામે એક ભાવુક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે તેમના પિતાએ જતી વખતે કંઇક કહ્યું હતું, પરંતુ વર્ષો પહેલાં મને કહ્યું હતું કે જ્યારે તે જતા રહે ત્યારબાદ શું કરવાનું છે. તેમને ક્યાં દફનાવવાના છે અને તે બધું જ જે તે સમયે કરી રહ્યા હતા.

ચેન્નઇ સ્થિત રાજાજી હોલથી દિવંગત અધ્યક્ષ એમ.કરૂણાનિધિની અંતિમ યાત્રા બુધવારે સાંજે ચાર વાગે શરૂ થઇ હતી. કરૂણાનિધિના પાર્થિવ શરીરને રાજાજી હોલમાં લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. દ્રમુકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કરૂણાનિધિના પાર્થિવ શરીરને લઇ જનાર વાહન વલ્લાજાહ રોડ પરથી લગભગ ત્રણ કિમીના અંતરે અન્ના ચોક પહોંચશે. 

— ANI (@ANI) August 8, 2018

કરૂણાનિધિની અંતિમ ઝલક પ્રાપ્ત કરવા બુધવારે ઉમટેડી હજારોની ભીડના લીધે રાજાજી હોલની બહાર નાસભાગ મચી હતી, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા હતા અને અન્ય 30 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિએ કહ્યું કે 'સવારથી જ ભીડમાં ભક્કા-મુક્કીની સ્થિતિ છે.' અકસ્માત તે સમયે થયો જ્યારે દ્વમુક નેતા અને કરૂણાનિધિના પુત્ર એમ.કે.સ્ટાલિને ભીડને શાંતિ જાળવવાની અપીલ કરી. કરૂણાનિધિને ચેન્નઇના મરીના બીચ પર તેમના ગુરૂની બાજુમાં દફનાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news