Video: ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર રાજકીય સંગ્રામ વચ્ચે રાહુલ ગાંધીનો એક વીડિયો આવ્યો સામે

એકબાજુ જ્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર દેશમાં રાજકીય સંગ્રામ છેડાઈ ગયો છે ત્યાં બીજી બાજુ કેરળ પહોંચેલા કોંગ્રેસ (Congress) ના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોલ્લમમાં માછીમારો સાથે સમુદ્રમાં ડુબકી લગાવી અને સ્વિમિંગની મજા માણી

Updated By: Feb 25, 2021, 08:22 AM IST
Video: ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર રાજકીય સંગ્રામ વચ્ચે રાહુલ ગાંધીનો એક વીડિયો આવ્યો સામે

નવી દિલ્હી: એકબાજુ જ્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉત્તર-દક્ષિણવાળા નિવેદન પર દેશમાં રાજકીય સંગ્રામ છેડાઈ ગયો છે ત્યાં બીજી બાજુ કેરળ પહોંચેલા કોંગ્રેસ (Congress) ના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કોલ્લમમાં માછીમારો સાથે સમુદ્રમાં ડુબકી લગાવી અને સ્વિમિંગની મજા માણી. આ વીડિયો એએનઆઈ ન્યૂઝ  એજન્સીએ કોંગ્રેસ ઓફિસના સૌજન્યથી જારી કર્યો છે. 

રાહુલ ગાંધી (Rahul Gandhi) માછીમારોના જીવનના અનુભવ લેવા અને તેમની સમસ્યાઓને સમજવા માટે તેમની સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયા હ તા. આ દરમિયાન તેમણે માછીમારો સાથે ઘણો સમય વિતાવ્યો અને તેમની સાથે ચર્ચા પણ કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માછીમારો સાથે તેમની નાવમાં બેસીને સમુદ્રમાં પણ ગયા. તેમણે પોાતની મુસાફરી બુધવારે સવારે લગભગ સાડા ચાર વાગે શરૂ કરી અને લગભગ એક કલાક સુધી તેઓ સમુદ્રમાં રહ્યા. માછીમારો સાથે મળીને સમુદ્રમાં માછલી પકડવાની જાળ ફેંકી અને માછલી પણ પકડી. બ્લ્યુ શર્ટ અને ખાખી પેન્ટ પહેરીને કોંગ્રેસ (Congress) નેતા તટ પર વાપસી દરમિયાન ત્યાં ઊભેલા લોકોનું અભિવાદન પણ કર્યું. 

અત્રે જણાવવાનું કે હાલ રાહુલ ગાંધીના ઉત્તર દક્ષિણવાળા નિવેદન પર ભારે વિવાદ સર્જાયો છે. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નીતલાના નેતૃત્વમાં આયોજિત એશ્વર્ય યાત્રાના સમાપન પર રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે કેરળના લોકો પાસેથી ઘણું બધુ શીખ્યું છે અને અહીંના લોકોની બુદ્ધિમતાને થોડી સમજી છે. તેમણે કહ્યું કે અગાઉ 15 વર્ષ હું ઉત્તર ભારતથી સાંસદ રહ્યો. આથી મને એક અલગ પ્રકારની રાજનીતિની આદત થઈ ગઈ હતી. મારા માટે કેરળ આવવું એક નવો અનુભવ હતો. કારણ કે અચાનક મે જોયું કે લોકો મુદ્દાઓમાં રસ દાખવે છે. ફક્ત દેખાડા માટે નહીં પરંતુ ઊંડાણપૂર્વક તેના પર વિચાર કરે છે. 

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે હાલમાં જ અમેરિકામાં મે વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું હતું કે 'કેરળના લોકો જેવી રાજનીતિ કરે છે' તે કારણે મને ત્યાં જવું ગમે છે. તેમણે કહ્યું કે 'હાલમાં જ હું અમેરિકામાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મે તેમને જણાવ્યું કે મને કેરળ જવું, વાયનાડ જવું ખુબ ગમે છે. આ ફક્ત લગાવ નથી. નિશ્ચિત રીતે લગાવ તો છે જ, પરંતુ તમે જે પ્રકારે રાજનીતિ કરો છો (તેના કારણ).'

West Bengal Election 2021: અસદુદ્દીન ઓવૈસીને મળ્યો મોટો ઝટકો, TMC પર લાગ્યો આરોપ

ભાજપે કર્યા આકરા પ્રહાર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. યોગી આદિત્યનાથે કહ્યું કે સનાતન આસ્થાના તપસ્થળી કેરળથી લઈને પ્રભુ શ્રી રામની જન્મસ્થળી ઉત્તર પ્રદેશ સુધી તમામ લોકો સમજી ચૂક્યા છે. 

તેમણે કહ્યું કે વિભાજનકારી રાજકારણ તમારા રાજનીતિક સંસ્કાર  છે. અમે ઉત્તર કે દક્ષિણમાં જ નહીં, સમગ્ર ભારતને ભારતમાતા સ્વરૂપમાં જોઈએ છીએ. અત્રે જણાવવાનું કે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે ઉત્તર ભારતમાં તેમને 'અલગ પ્રકારની રાજનીતિ'ની આદત થઈ ગઈ હતી અને કેરળ આવવું તેમના માટે એક નવા પ્રકારનો અનુભવ છે કારણ કે અહીંના લોકો 'મુદ્દાઓ'માં વધુ રસ દાખવે છે. 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધી (Rahul Gandhi)  પર આકરા પ્રહાર કરીને તેમને અહેસાન ફરામોશ સુદ્ધા ગણાવી દીધા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એહસાન ફરામોશ! તેમના વિશે તો દુનિયા કહે છે-ખાલી ચણો વાગે ઘણો.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube