VIDEO: કેરળપુર મસ્જિદમાં પાણી ભરાયું તો મંદિરે ખોલી દીધા નમાજ માટે દરવાજા
કેરળમાં પુરના કારણે ભારે તબાહી સર્જાઇ છે, જો કે સાથે જ કેટલીક એવી તસ્વીરો સામે આવી રહી છે જે ધાર્મિક મેલજોલ અને સદ્ભાવની દ્રષ્ટીએ એક ઉદાહરણરૂપ છે
Trending Photos
નવી દિલ્હી : કેરળમાં પુરની વચ્ચે ઉપજેલી ભીષણ તબાહી સામે જજુમી રહ્યું છે, જો કે સાથે જ કેટલીક એવી તસ્વીરો પણ સામે આવી રહી છે જે ધાર્મિક મેલજોલ અને સદ્ભાવની દ્રષ્ટીએ એક ઉદાહરણ છે. કેરળનાં ત્રિશુર જિલ્લાની એક મસ્જીદમાં જ્યારે પુરનું પાણી ભરાઇ ગયું તો ત્યાં એક મંદિરે બકરી ઇદની નમાજ અદા કરવા માટે પોતાનાં દરવાજા ખોલી દીધા હતા. લોકોએ આ મંદિરમાં નમાજ પઢી હતી.
પુરપ્પુલિક્લ રત્નેશ્વરી મંદિરના મેનેજમેન્ટને નમાજ બઢવા માટે સ્થાન ઉપલબ્ધ કરાવી. તેનો એક વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો. જે હાલ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોના અનુસાર મસ્દિજમાં પાણી ભરી જવાનાં કારણે મુસલમાન સમુદાયનાં લોકો નામજ પઢવા માટે જગ્યા શોધી રહ્યા હતા. જો કે તેને એવી જગ્યા નહોતી મળી રહી જ્યાં એક સાથે હજારો લોકો બેસી શકે. ઉપરાંત તે સ્વચ્છ અને પવિત્ર પણ હોય.
Eid Namaz inside Purappullikkavu Rathneswari Temple Hall in Kerala.
I see this as a result of being educated and understanding the situation. @VishakhCherian @ShashiTharoor @KeralaPMC @IYCKerala @INCKerala @divyaspandana pic.twitter.com/M7ndrDaJMT
— Nikhil Reddy Gudur (@NikhilReddyINC) August 23, 2018
ફેસબુક પર આ વીડિયોને પોસ્ટ કરનાર અઝીમ આઝાદે વીડિયોમાં આ ઘટનાને તે સાંપ્રદાયિક શક્તિઓ માટે પાઠ ગણાવ્યો હતો જે ધર્મના નામે દેશની શાંતિ ડહોળી રહ્યા છે અને દેશની એકતા અને અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરે છે. વીડિયોને પોસ્ટ કરવાનાં થોડા સમય બાદ જ વાઇરલ થઇ ગઇ. આ વીડિયોમાં એક વ્યક્તિ મંદિરના વ્યવસ્થાપકોને ઇદની નમાજ માટે સ્થાન આપવા માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે