વૈશ્વિક ધોરણે કિલોગ્રામની વ્યાખ્યા બદલવામાં આવી, 60 વૈજ્ઞાનિકોએ કર્યું મતદાન
ફ્રાન્સમાં દુનિયાના 60 વૈજ્ઞાનિકોએ વોટિંગ કરીને કિલોગ્રામના 129 વર્ષ જૂના સૌથી મોટા માપદંડ એટલે કે ધોરણને રિટાયર કરી દીધું છે અને તેના બદલ હવે કિલોગ્રામની નવી વ્યાખ્યા કરી છે. આ વ્યાખ્યા 20 મે, 2019 'વર્લ્ડ મેટ્રોલોજી ડે'ના દિવસથી લાગુ થઈ જશે.
Trending Photos
વર્સેઈલ્સ(ફ્રાન્સ): ફ્રાન્સમાં યોજાયેલી 'જનરલ કોન્ફરન્સ ઓન વેઈટ્સ એન્ડ મેઝર્સ'માં વિશ્વના 60 વૈજ્ઞાનિકોએ મતદાન કરીને કિલોગ્રામના સૌથી મોટા માપદંડને રિટાયર કરી દીધું છે. તમે જે કિલોગ્રામના આધારે શાકભાજી, ફળ અને અનાજ ખરીદો છો તે કિલોગ્રામને હવે રિટાયર કરી દેવાયું છે. માપ-તોલની બાબત વિજ્ઞાનમાં સૌથી જટિલ વિષય માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકો દ્વારા કિલોગ્રામની જૂની વ્યાખ્યા બદલીને તેના સ્થાને હવે નવી વ્યાખ્યા બનાવવામાં આવી છે. કિલોગ્રામના બાટથી અસંખ્ય વસ્તુઓને તોલવામાં આવે છે. જોકે, કિલોગ્રામના બાટ માટે જે પ્રામાણિક આધાર છે તેના અંગે તમે કદાચ જ જાણતા હશો.
કિલોગ્રામને માપનારી આ વસ્તુ અત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક તિજોરીમાં રાખવામાં આવી છે. આ પ્લેટિનમ (Platinum) અને ઈરિડિયમ (Iridium) ધાતુનો એક સિલિન્ડર છે અને તેને જ ઈન્ટરનેશનલ પ્રોટોકોલ કિલોગ્રામ (International Protocol Kilogram) માનવામાં આવે છે. તેને 1889માં સ્વીકારવામાં આવ્યો હતો.અત્યાર સુધી તેને એક કિલોના સચોટ બાટના સ્વરૂપમાં માનવામાં આવતું હતું. તેનું નામ છે 'Le Grand K'.
આ 129 વર્ષ જૂનો બાટ છે અને અત્યાર સુધી 1 કિલો વજન માટેના સચોટ માપદંડ તરીકે તેને માનવામાં આવતો હતો. હવે, 16 નવેમ્બરના રોજ ફ્રાન્સના વર્સેઈલ્સમાં મળેલી 'જનરલ કોન્ફરન્સ ઓન વેઈટ્સ એન્ડ મેઝર્સ'માં વિશ્વના વૈજ્ઞાનિકોએ એક કિલોગ્રામના સૌથી મોટા માપદંડને બદલવાનો નિર્ણય લીધો છે. કેમ કે, આ બાટમાં ક્ષાર લાગવા માંડ્યો હતો.
થોડા વર્ષ પહેલા એક કિલોના બાટમાં 30 માઈક્રોગ્રામનો ફરક પડ્યો હતો. 30 માઈક્રોગ્રામનું વજન ખાંડના એક દાણા જેટલું જ થાય છે, પરંતુ વિજ્ઞાનની દુનિયામાં આ ફરક ઘણો જ મોટો ગણાય છે.
આ કોન્ફરન્સમાં હાજર તમામ વૈજ્ઞાનિકોએ મતદાન દ્વારા સર્વસંમતિથી કિલોગ્રામની નવી વ્યાખ્યા કરવાનો નિર્ણય લીધો હતો. હવેથી વજન માપવાના એકમની વ્યાખ્યા માટે વીજપ્રવાહ દ્વારા પેદા કરવામાં આવેલી ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે, વિજળી દ્વારા પૈદા કરવાામં આવેલી ઊર્જાથી તોલવાના માપદંડની નવી પરિભાષા નક્કી થશે. આ વ્યાખ્યા 20 મે, 2019 'વર્લ્ડ મેટ્રોલોજી ડે'ના દિવસથી અમલમાં આવશે.
IT'S OFFICIAL – the science community has voted! All of the SI units will be defined by fundamental constants of nature as of 20 May 2019! #SIRedefinitionhttps://t.co/U1V0TFxXLG pic.twitter.com/xpcddbAAmV
— NPL (@NPL) November 16, 2018
વૈજ્ઞાનિકોએ નિર્ણય લીધો છે કે હવે તોલવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વીજપ્રવાહ અને વિજળીના મૂળ તત્વ એવી રીતે જ પ્રાકૃતિક છે, જેવી રીતે વરસાદ અને તોફાનના સમયમાં આકાશમાં ચમકતી વિજળી. તેનો ફાયદો એ છે કે, વિજળી દ્વારા પેદા કરવામાં આવેલા વજનને ક્ષાર લાગતો નથી. કેમ કે વિજળી કોઈ સામાન્ય ભૌતિક વસ્તુ નથી.
કિલોગ્રામની સાથે સાથે એમ્પિયર(ampere), કેલવીન(Kelvin) અને મોલ(mole)ની વ્યાખ્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમની વેલ્યુ કાયમી ધોરણે નવી તૈયાર કરવામાં આવી છે જે અનુક્રમે પ્લેન્ક કોન્સ્ટન્ટ(Planck Constant), એલિમેન્ટરી ચાર્જ (Elementary Charge), બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ (Boltzmann Constant) અને એવોગાડ્રો કોન્સ્ટન્ટ (Avogardo Constant) રહેશે.
કિલોગ્રામ બાદ કેટલાક અન્ય એકમોને માપવા માટે પણ પ્રાકૃતિક વસ્તુઓનો આધાર લેવામાં આવશે. મે, 2019 બાદ મીટર અને સેકન્ડની સાથે-સાથે કેટલાક અન્ય એકમોના માપદંડની વ્યાખ્યામાં પણ ફેરફાર કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે