Marriage: સાત ફેરા લેતા પહેલા કેમ દુલ્હા- દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે? ના ખબર હોય તો ખાસ જાણો

પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સગા સંબંધીઓ પણ સામેલ થાય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે લગ્ન પહેલા છોકરા અને છોકરીને પીઠી કેમ ચોળવામાં આવે છે. 

Marriage: સાત ફેરા લેતા પહેલા કેમ દુલ્હા- દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે? ના ખબર હોય તો ખાસ જાણો

પ્રાચીન સમયથી લગ્નમાં પીઠી ચોળવાનો રિવાજ ચાલ્યો આવે છે. કાયમ માટે એકબીજા સાથે પવિત્ર બંધનમાં બંધાતા પહેલા દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળવામાં આવે છે. આ રસ્મ ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સગા સંબંધીઓ પણ સામેલ થાય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે લગ્ન પહેલા છોકરા અને છોકરીને પીઠી કેમ ચોળવામાં આવે છે. 

આમ તો પીઠી ચોળવાની સેરેમનીમાં આજકાલ લોકો ખુબ ખર્ચો કરે છે. આ માટે હલ્દી થીમ ડેકોરેશનથી લઈને આઉટફિટ સુધીની ચીજો પર ધ્યાન આપવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પીઠી ચોળવાનો વારો આવે છે ત્યારે રસ્મના નામ પર થોડું થોડું છોકરા અને છોકરીને લગાવી દેવાય છે. આવામાં અમે તમને આજે પીઠી ચોળવા પાછળના કેટલાક કારણો વિશે જણાવીશું. 

પીઠી ચોળવાની રસ્મથી લગ્નની તૈયારીઓ શરૂ થાય છે. જેને દરેક સમાજનો લોકો પોત પોતાની રીતે આયોજિત કરે છે. કેટલીક  જગ્યાઓ પર લગ્નના ત્રણ દિવસ પહેલાથી દુલ્હન અને દુલ્હાને અલગ અલગ ઘરો પર પીઠી ચોળવામાં આવે છે. કેટલીક જગ્યાએ બંનેને સાથે જ લગ્નના દિવસે કે એક દિવસ પહેલા પીઠી ચોળવામાં આવે છે. 

ધાર્મિક કારણ
હિન્દુ ધર્મની માન્યતા મુજબ લગ્ન એક પવિત્ર બંધન છે. જેમાં નવા જોડાને આશીર્વાદ આપવા માટે દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું સ્થાન વિશેષ હોય છે. આથી તેમના આશીર્વાદ માટે તેમનો પસંદગીનો રંગ પીળો અને હળદરનો ઉપયોગ લગ્નમાં થાય છે. આ જ કારણ છે કે અનેક રસ્મોમાં પણ દુલ્હા દુલ્હન પીળા રંગના કપડાં પહેરતા હોય છે. 

Haldi Ceremony News in Bengali, Latest Haldi Ceremony Bangla Khobor,  photos, videos | Zee News Bangla

વિજ્ઞાન શું માને છે?
હળદર  પ્રાચીન સમયથી ઔષધીય રીતે ઉપયોગમાં લેવાતો મસાલો છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક, એન્ટી ડિપ્રેશન જેવા ગુણ હોય છે. તેને લગાવવાથી ત્વચા પર કોઈ ઈન્ફેક્શનનું જોખમ રહેતું નથી અને તે ડિટોક્સ રહે છે. આ સાથે જ હળદર લગાવવાથી બોડી રિલેક્સ થાય છે અને સ્કિનમાં પણ ચમક આવે છે. આવામાં હળદરને લગ્નના કારણે થતી નર્વસનેસને ઓછી કરવામાં કારગર માની શકાય ચે. 

હળદર સાથે જોડાયેલી માન્યતાઓ
અનેક લોકો એવું માને છે કે હળદર લગાવવાથી દુલ્હા અને દુલ્હન પર કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓનો પ્રભાવ કે ખરાબ નજર લાગતા નથી. આ કારણ છે કે સામાન્ય રીતે દુલ્હા અને દુલ્હનને પીઠી ચોળ્યા બાદ તેમના લગ્નના મુહૂર્ત સુધી ઘરની બહાર નીકળવાની મંજૂરી હોતી નથી. 

Katrina Kaif and Vicky Kaushal share UNSEEN PICS from Haldi ceremony and we  are speechless! | People News | Zee News

આ ઉપરાંત હળદરને લઈને એક એવી પણ માન્યતા છે કે જો દુલ્હા કે દુલ્હન કોઈ અપરણિત વ્યક્તિને પોતાની પીઠી લગાવે તો તેમના લગ્ન પણ જલદી થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news