Knowledge News: ડોક્ટર દર્દીને જે પરચી આપે છે તેમાં સૌથી પહેલા કેમ Rx લખે છે? ખાસ જાણો કારણ

Knowledge News: ડોક્ટર પોતાની પરચી પર સૌથી પહેલા Rx લખે છે. શું તમે જાણો છો તેનો શું અર્થ છે? જો ન જાણતા હોવ તો ખાસ જાણો. 

Knowledge News: ડોક્ટર દર્દીને જે પરચી આપે છે તેમાં સૌથી પહેલા કેમ Rx લખે છે? ખાસ જાણો કારણ

Knowledge News: આપણે જ્યારે પણ માંદા પડીએ ત્યારે ડોક્ટર પાસે જતા હોઈએ છીએ. ડોક્ટર આપણને દવા પણ આપે છે અને એક એવી પરચી પણ આપે છે જેના પર બહારથી દવા લેવાની હોય તે લખી આપે છે. જે પ્રિસ્ક્રિપ્શન કહેવાય છે. પણ ડોક્ટરની આ પરચી પર દવાની માહિતી ઉપરાંત પણ બીજી અનેક વસ્તુઓ લખેલી હોય છે જે સામાન્ય માણસને સમજમાં આવતી નથી. આવા જ એક શોર્ટ ફોર્મ વિશે અમે તમને જણાવીશું. ડોક્ટર પોતાની પરચી પર સૌથી પહેલા Rx લખે છે. શું તમે જાણો છો તેનો શું અર્થ છે? જો ન જાણતા હોવ તો ખાસ જાણો. 

Rx નો શું હોય છે અર્થ
પ્રિસ્ક્રિપ્શનની ડાબી બાજુ Rx લખેલું હોય છે. જેનો અર્થ થાય છે 'Recipe'. આ એક લેટિન ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'To take' થાય છે. એટલે કે Rx વાળી પરચી પર ડોક્ટર જે પણ લખીને આપે તે દર્દીને લેવાની સલાહ અપાય છે. મીડિયા રિપોર્ટસ મુજબ ડોક્ટર જ્યારે પરચી પર Rx લખે છે ત્યારે તેઓ વધુ સાવધાની વર્તવા માટે પણ કહે છે. ડોક્ટર તેના પર કેટલીક એવી વાતો લખે છે કે જેને દર્દીએ સંપૂર્ણ રીતે અનુસરવાની હોય છે. 

અનેક પ્રકારના શોર્ટ ફોર્મ
પ્રિસ્ક્રિપ્શનમાં તમને Rx ઉપરાંત પણ અનેક પ્રકારના કોડ વર્ડનો ઉપયોગ થયેલો જોવા મળતો હશે. જેમ કે કોઈ દવા સાથે Amp લખેલું હોય તો તેનો અર્થ એ થાય છે કે આ દવા રાતે ખાતા પહેલા લેવાની છે. જ્યારે AQ લખેલું હોય તો તેનો અર્થ એ છે કે તે પાણી સાથે લેવાની છે. કોઈ દવા સાથે BID લખેલું હોય તો તેનો અર્થ એ થાય છે કે આ દવા દિવસમાં બેવાર લેવાની છે. 

આ શોર્ટ વર્ડ્સ વિશે ખબર છે તમને?
અનેકવાર તો દવાઓ લખવામાં પણ શોર્ટ ફોર્મનો ઉપયોગ થાય છે. જેમ કે બર્થકંટ્રોલ પિલ માટે BCP અને એસ્પ્રિન માટે ASA નો ઉપયોગ થાય છે. જ્યારે આ ઉપરાંત ઈયર ડ્રોપ માટે AU જેવા શોર્ટ ફોર્મનો ઉપયોગ થાય છે. જેનો અર્થ થાય છે કે બંને કાનમાં ડ્રોપ નાખવાના છે. 

એ જ રીતે અનેક પ્રકારના ટેસ્ટ માટે પણ આ પ્રકારે શોર્ટ ફોર્મ્સનો ઉપયોગ થાય છે. જેમ કે ચેસ્ટ એક્સરે માટે CXR અને દિલ સંબંધિત બીમારીઓ માટે CV. જ્યારે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ માટે CBC નો ઉપયોગ થાય છે. એ જ રીતે કોગળા (ગાર્ગલ)કરવા માટે Garg જેવા શોર્ટ ફોર્મનો ઉપયોગ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news