RG Kar Murder Case: ઓ બાપ રે આવો નાલાયક, CCTVએ ખોલી પોલ : સંજય રોય હેવાન નહીં રાક્ષસ હતો

RG Kar Doctor Rape Murder Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના એક દિવસ પહેલાં આરોપી સંજય રોય લેડી ડોક્ટરને જોઈ રહ્યો હતો. જેના વીડિયો સીસીટીવીમાં કેદ થયા છે. જેના કારણે હોસ્પિટલ પ્રશાસન પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

RG Kar Murder Case: ઓ બાપ રે આવો નાલાયક, CCTVએ ખોલી પોલ : સંજય રોય હેવાન નહીં રાક્ષસ હતો

આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય સામે ગાળિયો કસાઈ રહ્યો છે. CCTV ફૂટેજ, તેની કબૂલાત અને ફોરેન્સિક પુરાવા પરથી સાબિત થયું છે કે તે ગુનાના આગલા દિવસે 31 વર્ષીય પીડિતા લેડી ડોકટરની આસપાસ જ હાજર હતો. એની ઘણા સમયથી ડોક્ટર પર નજર હતી. સૂત્રોએ CNN-News18 ને જણાવ્યું કે કોલકાતા પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી સંજય રોયે કબૂલાત કરી હતી કે તેણે ગુનાના એક દિવસ પહેલા 8 ઓગસ્ટના રોજ પીડિતાને ચેસ્ટ મેડિસિન વોર્ડમાં જોઈ હતી. વોર્ડના CCTV ફૂટેજ પણ પુષ્ટિ કરે છે કે રોયને હોસ્પિટલમાં સરળતાથી પ્રવેશ મળ્યો હતો.

એક સિવિલ વોલેન્ટિયર સંજય રોય સવારે 11 વાગ્યાની આસપાસ વોર્ડમાં હતો એ જ સમયે પીડિતા અને અન્ય ચાર જુનિયર ડોક્ટર સાથે વોર્ડમાં હાજર હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે 'સીસીટીવી ફૂટેજમાં રોય ડૉક્ટરને સતત જોઈ રહ્યો હતો. સીબીઆઈ ચાર ડૉક્ટરોના નિવેદનો રેકોર્ડ કરી રહી છે કે કોઈએ રોયને વોર્ડમાં જોયો હતો. અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે પીડિતા 9 ઓગસ્ટના રોજ 1 વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લે 2.30 વાગ્યા સુધી જોવા મળી હતી. જ્યારે એક જુનિયર ડોક્ટરે સેમિનાર હોલમાં તેની સાથે વાત કરી હતી. ડૉક્ટરે કહ્યું કે 31 વર્ષીય પીડિતા તેમની વાતચીત બાદ ફરી સૂઈ ગઈ હતી.

આરોપી સંજય રોય સવારે 4 વાગ્યે હોસ્પિટલમાં દાખલ થયો
આ પછી, આરોપી સંજય રોય CCTVમાં કેદ થયો છે, જે સવારે 4 વાગ્યે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તપાસ એજન્સીને આશંકા છે કે ગુનો આ સમયની આસપાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ 'જાતીય વિકૃતને તેના કાર્યો માટે કોઈ પસ્તાવો નથી'. જેણે પૂછપરછ દરમિયાન કોઈ પસ્તાવો દર્શાવ્યો ન હતો. 
સૂત્રોએ જણાવ્યું હતું કે રોયે ગુનાની કબૂલાત કરતી વખતે તેની મનોવૈજ્ઞાનિક તપાસ દરમિયાન કોઈપણ લાગણી વગર ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું. જોકે, પીડિતાના પરિવાર અને નિષ્ણાતોના એક વર્ગે મીડિયાને કહ્યું છે કે તેમને આ ગુનામાં ઘણા લોકોની સંડોવણી હોવાની શંકા છે. જો કે, તપાસકર્તાઓએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

આરોપી સંજય રોયનો ઈતિહાસ સંદિગ્ધ
આ ઘાતકી ગુનામાં રોયની સંડોવણીએ પણ અનેક સવાલો ઉભા કર્યા છે. જેમ કે તેને હોસ્પિટલની વિંગમાં કેવી રીતે સરળતાથી પ્રવેશ મળ્યો. તે વોલેન્ટિયર હોવા છતાં પોલીસ અધિકારી તરીકે કેમ્પસમાં કેવી રીતે ફરતો હતો? તે TMC દ્વારા રચવામાં આવેલા અનૌપચારિક રાજ્યવ્યાપી એકમના સભ્ય છે. પોલીસને તેના મોબાઈલ ફોન પર પોર્ન વીડિયો મળી આવ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે તેણે ટ્રેઈની ડૉક્ટર પર નિર્દયતાં કરતા પહેલાં દારૂ પીધો હતો અને બે વેશ્યાલયોની મુલાકાત લીધી હતી. સૂત્રો જણાવે છે કે રોય હોસ્પિટલમાં મહિલાઓ સાથે અયોગ્ય વર્તનનો ઇતિહાસ ધરાવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ ટીમને સંજય રોય પાસેથી જે મોબાઈલ ફોન મળી આવ્યા હતા તેમાં હિંસક અને પોર્ન વીડિયો પણ હતા. CBI દ્વારા પૂછપરછ દરમિયાન સંજય રોયે કબૂલાત કરી હતી કે તેણે ઘટનાના દિવસે પોર્ન વીડિયો જોયા હતા. આ દરમિયાન સંજયે તાલીમાર્થી તબીબ સાથે કેવી રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો તેની માહિતી પણ આપી હતી. સવાલોના જવાબ આપતી વખતે તે હસતો હતો તે જોઈને ડૉક્ટરને આશ્ચર્ય થયું. એટલું જ નહીં, તે નિર્લજ્જતાથી ગુનાનું વર્ણન કરતો હતો.

સંજય રોય ઘણી વખત રેડ લાઈટ એરિયામાં ગયો
આ દરમિયાન સીબીઆઈએ આરોપી સંજય રોયનો સાયકોએનાલિસિસ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેને તેના અંગત જીવન વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં સંજય રોયને પૂછવામાં આવ્યું હતું કે તેની પત્ની સાથે તેનો સંપર્ક અને સંબંધ કેવો રહ્યો છે. પછી તેણે કબૂલ્યું કે તે ઘણી વખત રેડ લાઈટ એરિયામાં જતો હતો અને છોકરીઓની છેડતી કરવાનો તેનો સ્વભાવ હતો. જોકે, તે ઘટનાના દિવસે રેડ લાઈટ એરિયામાં ગયો હતો કે નહીં તે સવાલ પર સીબીઆઈની ટીમને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

એટલે કે ઘટનાના 24 કલાકમાં તે એક પછી એક બે રેડ લાઇટ એરિયામાં ગયો હતો. પહેલા તે એક મિત્ર સાથે સોનાગાચી ગયો. ત્યાર બાદ તે તેના જ મિત્ર સાથે ચેતલાના વેશ્યાવૃત્તિના અડ્ડા પર પહોંચ્યો હતો. પરંતુ બંને જગ્યાએ તેનો મિત્ર અંદર ગયો હતો અને તે બહાર જ ઉભો રહી ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તેમને એક યુવતીની છેડતી કરી હતી. જેની પાસે તેની ઓપન તસવીરો માગી હતી. 

સંજય રૉયની આ હરકતો જોઈને જ સ્પષ્ટ થાય છે કે છોકરીઓની નજીક જવાની અને તેમની છેડતી કરવાની આદત તેના મગજમાં કેટલી હદે દબાયેલી હતી કે તે સતત એક પછી એક અલગ-અલગ રીતે તેમને નિશાન બનાવી રહ્યો હતો. બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોયની ધરપકડ કર્યા બાદ જ્યારે સીબીઆઈએ તેની ગુનાની કુંડળી કાઢી તો રોય વિશે વધુ ચોંકાવનારી બાબતો સામે આવી. સ્પષ્ટ થયું કે આ સિવાય સંજય રોય પર આ પહેલાં પણ મહિલાઓ અને યુવતીઓની છેડતીનો આરોપ લાગ્યો હતો. પોતાના વિસ્તારમાં પણ તેણે ઘણી યુવતીઓ સાથે છેડતીઓ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news